________________
૨૪૨
શ્વત ઉપાસક રમણભાઈ
સમસ્યા”, “પશુ પંખીઓની નિકાસ”, “પાશવી રમત બોક્સિંગ', “નિઃસંતાનવ', ગાંડી ગાય” અને “પુત્રભૂતિ' જેવા નિબંધોમાં એમનું જૈન વ્યક્તિત્વ પડઘાય છે. આ નિમિત્તે સમાજમાં પ્રસરેલ અને ચલણી બની ગયેલ વિગત સામેનું ચિંતન રજૂ કરીને આપણા વિચારજગતને સંસ્કારે છે.
સમકાલીન વૈશ્વિક પ્રશ્નો, રાજકારણનો પ્રભાવ અને પશ્ચિમી મૂલ્યોથી દૂષિત સમાજજીવન જેવા સમાજની આંખ ઉઘાડનારા સાંપ્રત પ્રશ્નોને પણ તેઓ અહીં નિબંધ માટે ખપમાં લેતા જણાય છે. સાથે-સાથે વર્તમાન સમયમાં આદર્શ ઉદાહરણરૂપ-દિશાદર્શનરૂપ વ્યક્તિ કે સંસ્થાને વિષય બનાવીને લખાયેલા વિચારપ્રધાન નિબંધો તેમના હકારાત્મક અભિગમનું ઉદાહરણ છે. તેમના ચરિત્રાત્મક અને વિચારપ્રધાન નિબંધો આમ ગુજરાતી નિબંધમાં એની આગવી વિષયસામગ્રી અને અભિવ્યક્તિના સ્વરૂપને કારણે ચિરસ્મરણીય બની રહેશે.
નિબંધોના સર્જન ઉપરાંત તેમના પ્રવાસમૂલક સાહિત્યનો પણ ઓછો મહિમા નથી. “ઉત્તરધ્રુવની શોધ સફર” અને “એવરેસ્ટનું આરોહણ' ભૌગોલિક માહિતીને આધારે રસપ્રદ રીતે સ્થળનું આલેખન કરાવતા પરિચય ગ્રંથો છે. અહીંથી એમનો સ્થળવિષય ઊંડો અભ્યાસ અને વર્ણન નિમિત્તે સ્થાનને પ્રત્યક્ષ કરાવવાની શૈલીનો સુંદર પરિચય પ્રાપ્ત થાય છે. “રાણકપુર તીર્થ', “ઓસ્ટ્રેલિયા', “ન્યૂઝીલેન્ડ' જેવા ગ્રંથો પણ એમની અભ્યાસનિષ્ઠા અને અનુભવ પ્રસાદીના સુફળ છે.
પ્રદેશે જય-વિજયના', “પાસપોર્ટની પાંખે” અને “પાસપોર્ટની પાંખે ઉત્તરાલેખન', “પાસપોર્ટની પાંખે ભાગ-૩' ગ્રંથો એમના પ્રવાસનિબંધોના સંગ્રહો છે. વિવિધ સ્થળે થયેલા મર્મપૂર્ણ અનુભવો, સ્થળની ઉત્કૃષ્ટ અને હૃદયસ્પર્શી વિગત એમની નજરે ચડી હોય તે આ નિબંધોની વિષયસામગ્રી બની રહે છે. આવા બધા કારણે મેં ખૂબ જ વિગતે એમનું મૂલ્યાંકન પણ કર્યું છે.
રાહુલ સાંકૃત્યાયન” તથા “ભારતીય રાષ્ટ્રીય સંસ્કૃતિ' નામના એમના અનુવાદો પણ ખૂબ જ અધિકૃત મનાયા છે અને અભ્યાસીઓના અભ્યાસનો વિષય બન્યા છે. સાહિત્ય અકાદમી-દિલ્હી અને નેશનલ બુક ટ્રસ્ટના આશ્રયે તેમણે કરેલું આ વિદ્યાકાર્ય પણ એમના સાહિત્યલેખનનું એક વિશિષ્ટ પાસું છે. એમણ કરેલ સરસ્વતીચંદ્ર જેવી મહાનવલનો સંક્ષેપ, એમનો અન્યના સહયોગમાં સંપાદન-પ્રકાશન યજ્ઞ પણ આપણા અભ્યાસનો વિષય બને એ પ્રકારનો છે.
એમનાં સર્જનાત્મક લખાણમાંથી પસાર થતાં એમની પ્રશિષ્ટ રુચિ, સાહિત્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org