________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૨૪૩
વિભાવના અને સમાજ સાથેની નિસબતનો પરિચય મળે છે. એમનું દર્શન અને ચિંતન, સંશોધન અને વિવેચન તથા સર્જન અને વૃત્તલેખન એમ ત્રિવિધ રૂપનું પ્રકાશનકાર્ય એક નખશીખ ભારતીય વિચાર અને શીલભદ્ર સારસ્વતની વ્યક્તિમત્તા પ્રગટાવે છે. આપણે આવા એક પૂરા પ્રામાણિક અને સંનિષ્ઠ વિચારકસર્જકના સમકાલીન હોવાનું ગૌરવ લઈ શકીએ એવા ‘રમણભાઈ’નું વ્યક્તિત્વ અને વાઙમય હંમેશાં આપણા આસ્વાદ અને અભ્યાસનો વિષય બની રહેશે. પૂર્વકુલપતિ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ચેરમેન : એન.સી.ટી.ઈ., પશ્ચિમ ક્ષેત્ર, ભોપાલ
અધ્યક્ષ અને પ્રાધ્યાપક : ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન, સૌ૨ાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ. મો. ૯૪૨૬૯૬૮૩૬૭
શ્રી આત્માનંદ જૈન સભા, મુંબઈ લખે છે...
સદ્ગત શ્રીએ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અનેરું યોગદાન આપેલ છે. તેઓશ્રીએ જૈન સાહિત્ય ૫૨ અનેક લેખો-પુસ્તકો લખેલ છે. તે દ્વારા જૈન સાહિત્યની પ્રવૃતિને અને૨ો વેગ આપેલ છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વિદ્યાર્થી તરીકે સંસ્થાનું ઋણ અદા કરવા સંસ્થાની પ્રગતિમાં તન-મન-ધનનો અપ્રતિમ પ્રેરણાત્મક ફાળો આપેલ છે. તેમજ સંસ્થા તરફથી અલગ અલગ સ્થળે ૧૭ જેટલા જૈન સાહિત્ય સમારોહના આયોજનના સફળ સંવાહક તરીકે મહાવીર વિદ્યાલયને દેશભરમાં ખ્યાતિ અપાવેલ છે. તેમ જ તેમના પિતાશ્રી-માતૃશ્રીની સ્મૃતિમાં મહાવીર વિદ્યાલયને રૂા.૪ લાખ જેટલી માતબર રકમનું દાન આપી વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ સુવર્ણ અને રોપ્ય ચંદ્રક આપવાની યોજના બનાવી. જૈન સાહિત્ય તથા મહાવીર વિદ્યાલય પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી તેમ જ ઋણ અદા કરેલ છે.
Jain Education International
દામજી કે. છેડા
શ્રી આત્માનંદ જૈન સભા, મુંબઈ
For Private & Personal Use Only
www.jainelibrary.org