________________
૨ ૪૪
શ્વત ઉપાસક રમણભાઈ
શાતાદાયી હૃદયસ્પર્શ |શ્રી કાન્તિભાઈ બી. શાહ
સૌના આદરણીય શ્રી રમણભાઈની ચિરવિદાયથી જાણે કે વડીલ સ્વજનની શીતળ છત્રછાયા ગુમાવ્યાની લાગણી થાય છે. રમણભાઈની સાથે આત્મીયતાના તંત સાથે જોડાયેલા અસંખ્ય સ્નેહીઓ-સંબંધીઓ-મિત્રોની વ્યાપક વર્તળની પણ આ જ હૃદય-સંવેદના હશે. એમના વ્યક્તિત્વમાં એવું કોઈ અકળ શાતાદાયી સત્ત્વ હતું જેને લઈને પ્રથમ પરિચયથી જ રમણભાઈ સૌને પોતાના લાગવા માંડતા. એમના સાનિધ્યમાં હંમેશાં હૂંફાળી નિશ્ચિતતા અનુભવાતી.
રમણભાઈ “આ હતા.. આ હતા' એમ કહેવા જતાં સહેજે પ્રશ્ન થાય કે રમણભાઈ શું ન હતા?
સાહિત્યસર્જક-સંશોધક-સંપાદક-વિવેચક-જૈન તત્ત્વદર્શનના અભ્યાસી- તંત્રી - વિશ્વયાત્રી- યુનિવર્સિટી-પ્રાધ્યાપક - મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ - પર્યુષણ વ્યાખ્યાનમાળાથી માંડી અનેક પરિસંવાદોના કુશળ સંયોજક – જૈન સાહિત્ય સમારોહના પ્રાણ – પીએચ.ડી. કરતા અનેક શિષ્યો (ઘણા સાધ્વીજી મ. સહિત)ના માર્ગદર્શક - પ્રતિવર્ષ સંઘના ઉપક્રમે સેવાભાવી સંસ્થાને થતા દાનાર્પણ જેવા સુકૃતના સહભાગી અને પ્રેરણાસ્ત્રોતઃ રમણભાઈ આ બધું તો હતા જ પણ નવાઈ ત્યારે લાગે કે એ જ રમણભાઈ લશ્કરી તાલીમ લઈને મેજર પણ થયેલા અને એ જ રમણભાઈએ જૈન લગ્નવિધિની પુસ્તિકા પણ લખેલી. આમ તેઓ સાહિત્ય-શિક્ષણ-ધર્મ-સમાજ અને માનવસેવાના ક્ષેત્રોમાં આજીવન કાર્યપ્રવૃત્ત રહ્યા.
પણ આ સર્વની પાછળ એમની પ્રજ્ઞા સ્થિર થઈ હતી જેને તત્ત્વદર્શનમાં. રમણભાઈને મેં એમના વક્તવ્યમાં એકથી વધુ વખત આ દ્રષ્ટાંત રજૂ કરતા સાંભળ્યા છે. તેઓ કહેતા કે જો મારી સામે બે વિકલ્પો હોય - એકમાં બધાં આગમો નષ્ટ થાય ને સઘળા જેનો ઊગરી જાય એવી ઘટના બને, અને બીજામાં બધા જૈનો નાશ પામે ને આગમો બચી જાય એમ બને તો હું બીજો વિકલ્પ પસંદ કરું. જો જેનો ઊગરી ગયા હશે ને આગમો નાશ પામ્યાં હશે તો જૈનત્વ જ નષ્ટ થઈ જશે, પણ જો જેનો નાશ પામ્યા હશે ને આગમો બચી ગયાં હશે તો જૈનત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org