________________
ચુત ઉપાસક રમણભાઈ
૨૪૧
પરિચય કરાવતા ગ્રંથો છે. “જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલા નિબંધોના સંપાદનો પણ મહત્ત્વના છે.
ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન', ૧૯૬૨નું ગ્રંથસ્થ વાલ્મય' અને બુગાકુસુમિ'માં અર્વાચીન ગુજરાતી સાહિત્યનું વિવેચન-મૂલ્યાંકન છે. પણ સવિશેષ તો તેમણે જેન સાહિત્ય વિષયે જ સ્વાધ્યાય અને સંશોધન પ્રસ્તુત કર્યું. મુનિ જિનવિજય, ભોગીલાલ સાંડેસરાની માફક મોટેભાગે જૈન સાહિત્ય પરંપરાને જ અભ્યાસનો વિષય બનાવીને તેમણે કરેલું સંશોધન એમને જૈન સાહિત્યના અધિકૃત અભ્યાસી સંશોધકના સ્થાન-માન અપાવે છે. (૩) ચરિત્રનિબંધો, વિચારપ્રધાન નિબંધો અને પ્રવાસવૃત્ત:
વંદનીય હૃદયસ્પર્શ” ભાગ-૧, ૨, ૩માં સંગ્રહિત ચાલીસેક જેટલા ચરિત્રનિબંધો બહુધા ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પ્રદાન કરી ગયેલા સર્જકો સાથેના નિકટના પરિચય સંસ્મરણોને કારણે ચરિત્રની અનોખી-આગવી ક્યારેક તો આપણાથી સાવ અપરિચિત વિગતોથી આપણને અભિજ્ઞિત કરાવતા હોઈ ભારે મૂલ્યવાન છે. એમનું સાહિત્ય ક્ષેત્રનું પરિચિત વર્તુળ કેવું વ્યાપક છે અને વૈવિધ્યપૂર્ણ છે એનો પરિચય અહીંથી થાય છે. મેડમ સોફિયા વાડિયા નિમિત્તે પી.ઈ.એન. જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાનો પરિચય મળી રહે છે. હીરાબહેન પાઠક, ચંદ્રવદન # મહેતા આદિ સાથેના એમના નિકટના પારિવારિક સંબંધોનો પણ પરિચય મળે
બેરરથી બ્રિગેડિયરમાં એન.સી.સી. પ્રવૃત્તિને કારણે પરિચયમાં આવેલા, સામાન્યથી અસામાન્ય વ્યક્તિત્વને આલેખતા ચરિત્રનિબંધો છે. એમાંથી એક છેડેથી ચરિત્રનું વ્યક્તિત્વ, બીજે છેડેથી રમણભાઈનું એક જુદું વ્યક્તિત્વ પ્રગટે છે. કઠણ અને ભારે પરિશ્રમવાળી આવી શિસ્તબદ્ધ તાલીમની કેમ્પની ભાવસૃષ્ટિ આપણી સમક્ષ તાદશ થાય છે. માનવતા, કરુણા અને મૂલ્યના ભાવ આવાં ચરિત્રોમાં પણ કેવી રીતે પ્રગટતા હોય છે એનાં દૃષ્ટાંતો આપણાં હૃદયને સ્પર્શી જાય છે.
“સાંપ્રત સહચિંતન' ભાગ-૧ થી ૧૪માં વિચાઅધાન નિબંધો સંગ્રહિત છે. વિવિધ વિષયે એમનું વિચારજગત કેટલું ઊંડાણથી વિચારે છે એનો પરિચય કરાવતા આ નિબંધો વિષયનો ક્રમશઃ વિકાસ, દૃષ્ટાંત પ્રસંગોનું નિરૂપણ અને રસળતી શૈલીને કારણે પણ મહત્ત્વ ધારણ કરે છે. “કરચોરી', “કૂતરાઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org