________________
શ્રુત ઉપાસક રમણભાઈ
યશોવિજય કૃત ‘જંબુસ્વામીરાસ' તેમનું ભારે શાસ્ત્રીય અને અધિકૃત ગણી શકાય એવું સંશોધનમૂલક સંપાદન છે. જૈન પરંપરાના ખૂબ જ સુખ્યાત કથાનકને આલેખતી કૃતિની પ્રાચીન હસ્તપ્રતોને મેળવીને પાઠ નિયત કરીને સંપાદિત કરેલ ગ્રંથે એમની ઊંડી સંશોધન નિસબતનો પરિચય કરાવેલ છે. આવા જ બીજા બેએક સંશોધન-સંપાદનોમાં ગુણવિજય કૃત ‘ધન્નાશાલિભદ્ર ચોપાઈ' અને ઉદ્યોતનસૂરિ કૃત ‘કુવલયામાલા’ને પણ ગણાવી શકાય. દેશ-વિદેશમાંથી હસ્તપ્રતો મેળવવી, પાઠ નિયત કરવો, અર્થઘટન-મૂલ્યાંકન અને કવિનું ચરિત્ર તૈયાર કરવું-આ બધું ભારે ચીવટ, ખંત અને ધીરજથી એક મોટા ગજાના સંશોધકની હેસિયતથી તેઓ કરે છે.
૨૪૦
તેમનાં અન્ય સંશોધનોમાં સમયસુંદર કૃત ‘મૃગાવતી ચરિત્ર ચોપાઈ’ અને જ્ઞાનસાગર તથા ક્ષમાકલ્યાણની બે લઘુ રાસકૃતિઓ પણ મહત્ત્વની છે. જૈન સાહિત્ય પરંપરામાં વિવિધ સ્વરૂપો, વિષયસામગ્રી કેવી રીતે દૃષ્ટિગોચર થાય છે એનો સુંદર પરિચય અત્યંત અધિકૃત રીતે તેમની પાસેથી આવાં સંશોધનમૂલક સંપાદનો દ્વારા પ્રાપ્ત થાય છે.
તેઓ આજીવન સંશોધક રહ્યા. છેલ્લે-છેલ્લે તો તદ્ન નિવૃત્તિ પછી પણ ‘જૈન ગૂર્જર ફાગુસાહિત્ય' વિષયનું સંશોધન અવિરતપણે ચાલુ રાખ્યું. ૧૩૨ જેટલા ગુજરાતી ફાગુઓના તેમના સ્વાધ્યાયના સુફળરૂપે પ્રાપ્ત ગ્રંથ તેમની શોધનિષ્ઠાનો ખરો પરિચય કરાવે છે. તેમણે પ્રારંભે ફાગુના સ્વરૂપ અને વિકાસ રેખાનો પરિચય કરાવીને પછી નેમિનાથ વિષયક પચાસ ફાગુઓનું વિવેચન મૂલ્યાંકન રજૂ કર્યું છે. એ પછી સ્ફુલિભદ્ર વિષયક ફાગુઓને એ પછી વસંત, શૃંગાર, તીર્થ, તીર્થંકરો, ગુરુભગવંતો અને વ્યક્તિ-વિભૂતિ વિષયક ફાગુ રચનાઓનો પરિચય મૂક્યો છે. ઉપરાંત અધ્યાત્મના વિવિધ વિષયોના, વૈષ્ણવ પરંપરાના, લોકકથાના અને સંસ્કૃતમાં તથા પ્રકીર્ણ રૂપે પ્રાપ્ત ફાગુઓનો પરિચય પણ મૂક્યો છે.
આમ, વિષયનું સૂઝપૂર્વકનું વિભાજન અને મૂલ્યાંકન આ ફાગુ વિષયક બૃહદ્ગ્રંથની વિશિષ્ટતા છે. માત્ર ને માત્ર નરી સંશોધન પ્રકૃતિનો ખરો પરિચય કરાવતો ‘જૈન ગૂર્જર ફાગુસાહિત્ય' ગ્રંથ ગુજરાતી સંશોધન સાહિત્યમાં આગવું સ્થાન પ્રાપ્ત કરશે.
‘જૈન લગ્નવિધિ’ અને ‘વીરપ્રભુનાં વચનો’ પણ એમની જેનજ્ઞાન પરંપરાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org