________________
શુત ઉપાસક રમણભાઈ
૨ ૩૯
હોત તો આ ભાવવિશ્વ ગુજરાતી અભ્યાસીઓથી અજાણ્યું અને અપરિચિત જ રહેત. રમણભાઈએ આમ પોતીકી સૂઝથી પ્રાપ્ત જ્ઞાનને ગુજરાતી નિબંધના માધ્યમથી મૂકીને એક અનોખી ભાવસૃષ્ટિનું નિર્માણ કર્યું. તેમનું આ આગવું પ્રદાન અને એમના વિરલ વ્યક્તિત્વનું દ્યોતક લાગે છે.
જૈનચરિત્ર અને તત્ત્વદર્શનમૂલક સાહિત્ય મને એમના પ્રદાનમાં વિશેષ મહત્ત્વનું એટલે જણાયું છે કે એમાં એમની નિજી-પોતીકી મુદ્રા છે. તેઓ દ્વારા જ થઈ શકે એવું કાર્ય એમણે કર્યું છે જે ગુજરાતી સાહિત્ય પરંપરામાં એમનું આગવું પ્રદાન બની રહેશે. (૨) જૈનસાહિત્ય મૂલ્યાંકન-સંશોધન ગ્રંથો
ગુજરાતીના ઉત્તમ અધ્યાપકોની માફક તેમણે વિવેચન-સંશોધન ક્ષેત્રે પણ ભારે મહત્ત્વનું પ્રદાન કર્યું છે. પ્રારંભથી જ એમનું વલણ જૈન સાહિત્ય પરંપરાથી અભિષિત કરાવવાનું રહ્યું જણાય છે. નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય' નામની પરિચયપુસ્તિકામાં તેમણે નરસિંહ પૂર્વેની જનસાહિત્યની સમૃદ્ધ પરંપરાનો પરિચય કરાવ્યો છે. વિવિધ સાહિત્યસ્વરૂપોમાં આ ધારા કેવી રીતે વહી છે એનો ભારે પ્રમાણભૂત પરિચય એ પુસ્તિકામાં સમાવિષ્ટ છે.
પડિલેહા” અને “ક્રિતિકા' જેવા વિવેચનસંગ્રહો પણ બહુધા જૈનસાહિત્ય સૃષ્ટિને મૂલવતા લેખોનાં સંચયો છે. “ક્રિતિકા'માં તો દયારામનાં આખ્યાનો સિવાયના તમામ લેખો જૈનસાહિત્ય સંદર્ભે જ છે, “સમયસુંદર'માં એક મહત્ત્વના જૈન સર્જકનાં પ્રદાનનું મૂલ્યાંકન છે.
નળદમયંતીની કથાનો વિકાસ' એ તેમનો પીએચ.ડી. પદવી માટે તૈયાર કરાયેલો મહાનિબંધ એમની સંશોધન દષ્ટિનો પરિચાયક છે. જૈનસાહિત્ય પરંપરામાં રચાયેલ નળદમયંતી કથાનકની કૃતિઓનો વિશદ સ્વાધ્યાય અને તુલનાત્મક અધ્યયન મધ્યકાલીન ગુજરાતી સંશોધન-મૂલ્યાંકનમાં નોખી ભાત પડે છે. સામગ્રીનું એકત્રીકરણ, ચયન અને મૂલ્યાંકનમાંથી એક આદર્શ સંશોધકની મુદ્રા આપણી સમક્ષ રચાય છે. સંશોધનનિબંધ પછી એ વિષયે એમની સંશોધનસંપાદન યાત્રા અવિરત ચાલુ રહી. પરિણામે આપણને સમયસુંદર કૃત “નલદવદંતી રાસ' ઋષિવર્ધનસૂરિ કૃત “નલરાય દવદંતીચરિત્ર અને વિજયશેખર કૃત નલદવદંતીપ્રબંધ' જેવાં સંશોધન-વિવેચનમૂલક પ્રાચીન હસ્તપ્રત આધારિત સંપાદનો પણ પ્રાપ્ત થયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org