________________
૨૩૮
શ્રત ઉપાસક રમણભાઈ
“જાતિસ્મરણ જ્ઞાન', “અવધિજ્ઞાન' જેવી પરિભાષાઓની વિશદ સમજણ તેમણે નિબંધના માધ્યમથી ન મૂકી હોત તો કદાચ ગુજરાતી અભ્યાસીઓ આ તત્ત્વદર્શનના ભાવવિશ્વથી અપરિચિત રહેત. તેમના નિબંધોનું મૂલ્ય અશેષ નિરૂપણશૈલીને કારણે પણ વિશેષ છે. પરંપરામાં પ્રચલિત બધું ક્રમશઃ મૂકવાનું તેમનું વલણ તેમના વિશદ, વિપુલ સ્વાધ્યાયનું પરિચાયક છે. ભારતીય સંસ્કૃતિનાં શાશ્વત મૂલ્યો અહીં કેવા દઢ અને તીવ્ર રીતે જળવાઈ રહ્યા છે એનો પરિચય પણ આ નિમિત્તે થાય છે. મૂળ શ્લોકને ઉદ્ધત કરવા, એનો અનુવાદ મૂકવો અને પછી પ્રચલિત અર્થઘટન બાદ પોતાનો અભિપ્રાય પણ મૂકવાની તેમની રીત એમના અંગત વ્યક્તિત્વની સમીપ આપણને મૂકી દે છે. દેશ-વિદેશનો પ્રવાસ, સમાજનું નિરીક્ષણ, વિપુલ વાંચન અને મનનનો લાભ આ નિબંધોને મળ્યો છે. જિનતત્ત્વ'ની નિબંધસૃષ્ટિ, જૈન ચિંતન-તત્ત્વદર્શનની સમૃદ્ધિ અને વ્યાપકતાનો રસળતી શૈલીમાં વિગતે પરિચય કરાવતી હોઈને આ નિબંધો ખૂબ મહત્ત્વના છે. જૈનધર્મ' નામની એમની પુસ્તિકા તો ખૂબ જ લોકપ્રિય થઈ. “અધ્યાત્મ સાર' ભાગ-૧, ૨, ૩ પણ એમનું છેલ્લાં વર્ષોનું ભારે મહત્ત્વનું પ્રદાન છે.
તિવિહેણ વંદામિ'માં નિરૂપાયેલા સાધુ ભગવંતોનાં દશ ચરિત્રો અને પ્રભાવક સ્થવિરો' ભાગ ૧ થી ૫ માં નિરૂપાયેલા સાધુ ભગવંતોનાં સત્તરેક જૈન મુનિઓના જીવનવૃત્તાંત માત્ર નથી પણ એમની જેન પરંપરાગત તપશ્ચર્યા, સમાજને સમાર્ગે વાળવાની સદાચારી બનાવવા માટેની સફળ મથામણ અને અધ્યાત્મભાવની સિદ્ધિ પ્રાપ્તિનો દસ્તાવેજ છે. આવા મુનિ મહારાજોનું વિશિષ્ટ અને વિવિધ પ્રકારનું પ્રદાન આ નિમિત્તે સચવાયું અને જૈન ધર્મસંતોના પાવન પ્રસંગો આપણી પાસે ઉદાહરણ રૂપે રહેશે. બુટેરાયજી મહારાજ, સાગરજી મહારાજ, વિજયધર્મસૂરિ, અજરામર સ્વામી, આત્મારામજી મહારાજ, મુનિપૂણ્યવિજયજી, મૃગાવતીજી, લીલાવંતીજી, કુંદકુંદસૂરિજી આદિ સાધુ ચરિત્રોના જીવનની વિગતો, વિહારની વિગતો અને એમણે કરેલા પ્રદાનની પ્રમાણભૂત વિગતોને આધારે કરેલું ગુણસંકીર્તન જૈન તત્ત્વનું પરિચાયક છે.
એમણે વિગતે રચેલાં જેનચરિત્રોમાં હેમચંદ્રાચાર્ય, શેઠ મોતીશાહ, ઉપાધ્યાય યશોવિજયજી અને શ્રી મોહનલાલજી મહારાજ પણ એમના ઊંડા ઉમદા સ્વાધ્યાયના સુફળ છે. જિનતત્ત્વ દર્શન અને જિન સંતો વિષયક તેમનું આ સાહિત્ય તેમણે ન રચ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org