________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૨૩૭
વિદેશ જવાનું હોય કે મુંબઈમાં કંઈ સંશોધનની સામગ્રીના અભ્યાસ માટે જવાનું હોય તેઓ પ્રથમથી મારા રહેઠાણની અને બીજી સુવિધામાં સતત મદદરૂપ રહેતા. મહાવીર જૈન વિદ્યાલયની એ બધી મુલાકાતો પણ હૃદયમાં અકબંધ રહેવાની.
ભારે પ્રેમાળ, ભારે ખેવના રાખવાવાળા અને ખૂબ જ ચીવટવાળા. એમનું કોઈ પણ પુસ્તક નવું પ્રકાશિત થયું હોય અને મને ન મોકલ્યું હોય એવું બન્યું નથી. એમનાં પુસ્તકો મળે એટલે નિરાંતે વાંચ્યા ન હોય એવું મારા પક્ષે પણ બન્યું નથી. એ બધાં પ્રકાશનોને આધારે કહી શકું કે ગુજરાતી સાહિત્યમાં તેઓ વિવેચક, સંશોધક, સંપાદક અને પ્રવાસવૃત્તમૂલક નિબંધો અને ચરિત્ર નિબંધોના રચિયતા તરીકે જાણીતા રહેશે, એમનું એ ક્ષેત્રે પાયાનું અને બહુમૂલ્ય પ્રદાન ગણાશે. તેમણે જૈન તત્ત્વદર્શનની પરિભાષાને વિગતે સમજાવતા તત્ત્વદર્શનમૂલક નિબંધો અને જૈન ધર્મપુરુષોના જીવનવૃત્તને મૂલવતા સંસ્કૃતિચરિત્રોના નિબંધો રચ્યા છે તે આપણે ત્યાં આનંદશંકર અને મણિલાલ પછીનું ગુજરાતી સાહિત્યનું મહત્ત્વનું પ્રદાન ગણાશે. અહીં એમના વાડ્મયના આ ત્રણેય પાસાંનો પરિચય કરાવવાનો ઉપક્રમ છે.
ચીમનલાલ ચકુભાઈ શાહ અને પરમાનંદ કાપડિયાનો સહવાસ તેમને જૈન યુવક સંઘની પ્રવૃત્તિમાં જુદી રીતે દોરી ગયો. તેમણે જોયું કે સ૨ળ રસળતી ભાષામાં સ્પષ્ટ અને સુરેખ સમજણ મૂકવી અનિવાર્ય છે. વિદેશમાં જૈન-અર્જુન સૌ કોઈ માટે એમની સામગ્રી ભારે ઉપયોગી અને પથદર્શક સાબિત થઈ છે. (૧) જૈન તત્ત્વદર્શનમૂલક અને ચરિત્ર નિબંધો
મારી દષ્ટિએ ‘જિનતત્ત્વ ભાગ ૧ થી ૮’ના પચાસેક લેખો જૈન તત્ત્વદર્શનને અત્યંત અધિકૃત રીતે સમજાવતા ગ્રંથો છે. જૈન દર્શન-ચિંતનની મહત્ત્વની પરિભાષાઓનો એમણે તંતોતંત અભ્યાસ કર્યો જણાય છે. વિવિધ ફિરકાઓની માન્યતાઓને પણ સ્વીકારે છે. મૂળ સૂત્રને શોધીને થયેલાં અર્થઘટનોનો ઈતિહાસ પણ આપે છે. વિવિધ ગ્રંથોમાંથી પ્રાપ્ત સમજણને માત્ર મૂકી દેવાનું તેમનું વલણ નથી પરંતુ અનેક સાધુ ભગવંતોની પાસેથી સાંભળેલું શ્રુતજ્ઞાન પણ તેઓ પ્રસ્તુત કરે છે. એમ લાગે છે કે આ પરિભાષાઓને તેઓ ભણ્યા છે અને
પછી આપણને શબ્દના માધ્યમથી ભણાવે છે.
‘જૈન દૃષ્ટિએ તપશ્ચર્યા’માં તપની વિભાવનાને તેમણે ભારે સરળ અને રસળતી શૈલીમાં સમજાવી છે. ‘સ્વાધ્યાય’, ‘લાંછન', ‘કાઉસગ્ગ’, ‘સંલેખના’,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org