________________
૨ ૩૬
શત ઉપાસક રમણભાઈ
શીલભદ્ર સારસ્વત : રમણલાલ શાહ
D ડૉ. બળવંત જાની ડૉ. રમણભાઈ શાહને હું “રમણભાઈ”થી સંબોધતો. અહીં રાજકોટમાં એમ.એ.માં અભ્યાસ કરતો ત્યારે એમનું વ્યાખ્યાન ભવનમાં યોજાયેલું. એમને પ્રથમ જોવાનો-સાંભળવાનો એ સમય ઈ.સ.૧૯૭૬. એમ.એ. પછી હું ડૉ. ઈશ્વરલાલ ર. દવેના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. પદવી માટે સંશોધનારત થયેલો. ત્યારથી લગભગ વર્ષમાં એકાદ વખત કોઈને કોઈ વિદ્યાકાર્ય માટે રમણભાઈ જ્યારે પણ રાજકોટ આવ્યા હોય ત્યારે એમને એરપોર્ટ લેવા જવાનું અને રાજકોટમાં એમની સાથે જયમલ્લ પરમાર કે ઉપેન્દ્રભાઈને ઘેર જવાનું મારે થતું. મુંબઈ પહોંચ્યા પછીના ઈશ્વરભાઈને લખેલા પત્રમાં પણ મારી યાદી હોય, મારા સેવાકાર્યનો સુંદર પ્રતિભાવ પણ હોય. ખભે તિબેટનો હેન્ડલૂમનો થેલો, અર્ધી બાયનું લાઈટ કલરનું શર્ટ, ડાર્ક કલરનું પેન્ટ, ધીમી અને શાંત ચાલ. ચશ્માંના સ્વચ્છ કાચની પાછળથી આપણા ગુણો શોધતી અને વાત્સલ્યભાવ વરસાવતી દૃષ્ટિ. રમણભાઈનું આ વ્યક્તિત્વ આજ સુધી અકબંધ રહ્યું. ત્રણેક દાયકા એકધારું અમને મળવાનું બનતું રહ્યું.
ઈ.સ.૧૯૮૦માં મારા લગ્ન પછીના સમયે તેઓને રાજકોટ આવવાનું થયેલું. મારે ઘેર ભોજન માટેનું નિમંત્રણ ભારે ભાવથી સ્વીકાર્યું. મને ને ઊર્મિલાને આશીર્વાદ સાથે હસ્તાક્ષરવાળું પુસ્તક આપ્યું. ખૂબ નિરાંતે બેઠેલા. મારો ગામડાનો સંદર્ભ, દાદાજીનો પરિચય એમને ખૂબ ગમેલું. પછીનાં વર્ષોમાં પુનઃ આવેલા ત્યારે મને કહે હવે પછીના અમારા જૈન સાહિત્યના સમારોહમાં આવો. સુરત યોજાવાનો છે. એ સમયે હું ભરતેશ્વર બાહુબલીની રાસકૃતિ વિષયે સંશોધન કરતો હતો. સુરતના સમારોહથી ડૉ. ધનવંતભાઈ, પન્નાલાલ શાહ, ગુલાબ દેઢિયા એ બધા મિત્રો સાથે ભારે નિકટથી મૈત્રી સધાઈ. જૈન સાહિત્યના સમારોહમાં લગભગ એક દાયકા સુધી તો નિયમિત જવાતું રહ્યું. રમણભાઈની અને ડૉ. તારાબહેનની વિદ્વત્તા, સંચાલન કૌશલ્યનો આ કારણે નિકટથી પરિચય થયો. મારો જૈન સાહિત્યનો સ્વાધ્યાય પણ પછીથી વધ્યો-વિકસ્યો એમાં રમણભાઈનો સાથ સહકાર આજ સુધી રહ્યો. પર્યુષણ વ્યાખ્યાનમાળા હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org