________________
ચૂત ઉપાસક રમણભાઈ
૪૯૭
(૨૮ સપ્ટેમ્બર, ૨૦૦૫) જ શ્રી હિમ્મતમલજી બેડાવાલાની ગુણસંકીર્તનિકા બહાર પડી. તે પુસ્તકમાં પણ જે “ગુણસંકીર્તન સમિતિ' હતી તે સમિતિને પણ પૂ. કાકા તરફથી ઘણાં જ સુંદર સલાહ-સૂચનો મળેલાં. તદુપરાંત તેઓશ્રીએ પોતે પણ પ્રબુદ્ધ જીવનના ઓગસ્ટ ૨૦૦૫ના અંકમાં શ્રી હિમ્મતમલજી બેડાવાલાના ગુણ-સંકીર્તનનો પોતાનો અમૂલ્ય લેખ પણ છાપ્યો. કેવું ગુણાનુરાગીપણું! આપણને બધાને ખ્યાલ છે કે આવા ગુણાનુરાગના તો તેઓએ કેટલાંએ લેખો આપ્યા છે. પાછળથી પૂ. તારાકાકી પાસેથી જાણવા મળ્યું કે “શ્રી હિમ્મતમલજી ગુણ સંકીર્તન સમિતિને આપેલા સલાહ-સૂચનો વ્હીલચેરમાં બેસીને આપેલા અને તેમના ઉપર લખેલાં લેખ પણ પથારીમાં અડધું બેસીને, અડદું સૂતા સૂતા તેયાર કરેલો. માણસ એક નાની માંદગીમાં પણ બહાનું કાઢીને આરામ કરે જ્યારે પૂ. કાકાએ તો તેમની પોતાની તકલીફનો જરા પણ ખ્યાલ આવવા દીધા વગર, તરો-તાજગી સાથેનું લખાણ આપ્યું! અરે! એમણે તો જિંદગીના છેલ્લા દિવસ સુધી આ જ્ઞાનયજ્ઞ ચાલુ રાખેલો. માંદગીમાં પણ જ્ઞાનમગ્ન બનીને શરીરને ભૂલી ગયા.
મારા એક ખાસ મિત્રએ જૈન ધર્મના કોઈ એક વિષય ઉપર પીએચ.ડી. કરવાની શરૂઆત કરી છે. તો તેમને અમુક વિષયો ઉપર સલાહ જોઈતી હતી તે બાબત મેં પૂ. કાકાને પૂછયું–તો ઘણાં બધા પુસ્તકોની યાદી મોઢે અને કઈ જગ્યાએ, કઈ લાયબ્રેરીમાં, કયા લેખકના પુસ્તકો લેવા તે બધું આ ઉંમરે પણ તેમના મગજમાં વ્યવસ્થિત રીતે અંકિત હતું! એ બાબત માટે એમને ક્ષણમાત્ર પણ વિચારવું ન પડ્યું. તેમના મગજનું કૉપ્યુટર જાણે જ્ઞાનમય જ હતું!
અમારા પરમ ઉપકારી, કરુણાસાગર, અજાતશત્રુ, જેમના રોમેરોમમાં નવકારમંત્ર, જિનભક્તિ અને જીવમૈત્રી વણાયેલા હતા તેવા પ.પૂ.પન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મ.સા.ના પરમ તાત્ત્વિક વિચારો ઘણા નાના નાના પુસ્તકોમાં હતા. એમના એ બધાં પુસ્તકોને જુદા જુદા વિષયોના ગ્રંથ તરીકે પ્રકાશિત કરવાની સલાહ પ. પૂ. કાકાએ આપેલી. આજે એ ઘણાં વર્ષોથી મોટા ગ્રંથો તરીકે પ્રકાશિત થયા પણ છે અને ખૂબ જ કામમાં આવે છે. તેમાં પણ નૈલોક્યદીપક' એટલે નવકારમંત્રની એનસાયક્લોપેડીઆ. જે બાબત પૂ. કાકાના સૂચનથી અમલમાં મૂકાઈ.
આવી તો ઘણી વાતો છે. એમનું દામ્પત્ય જીવન પણ એટલું જ સુંદર–પૂ. કાકીને પગના ઓપરેશનો તે બાદ તકલીફ અને પૂ. કાકા તેમનો હાથ પકડીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org