________________
૪૯૬
શ્રત ઉપાસક રમણભાઈ
શબ્દમાં વર્ણવી શકતા નથી. એટલે એ આનંદ કેવો છે તે જાણવા માટે જાતે જ અનુભવ કરવો પડે છે. રુચિ, શ્રદ્ધા અને પુરુષાર્થથી એવો અનુભવ થઈ શકે છે'...
અને...જ્ઞાનયોગી એવા પૂ. કાકાની પણ રુચિ, શ્રદ્ધા અને પુરુષાર્થ જાણે આત્માના જ્ઞાનના પ્રવાસ રૂપે જ હતા! જીવનમાં જાણે જીવનને ઉમેરવાને માટે જ હતા!..
આ આત્મજ્ઞાનની સાથે વ્યવહારિકતા, મૈત્રીભાવ, પરોપકારવૃત્તિ પણ તેમનામાં એટલાં જ હતાં. કોઈપણ બાબતની પૃચ્છા કરીએ, સલાહ માગીએ તો ગમે તેવી ગંભીર બાબત પણ સરળતાથી–સાહજિકતાથી સમજાવે. ક્યારેય મોટપ બતાવવી નહીં અને સામાને નાનપ આપવી નહીં એવી વ્યવહારિક દક્ષતા તેમનામાં હતી. હંમેશાં હસતું જ મોંઢું હોય. મને વિચાર થાય છે પૂ. કાકા ક્યારેય કોઈને ગુસ્સે થયા હશે ખરાં? આવા ગુણાસભર ઘણાં પ્રસંગો છે પરંતુ જગ્યાના અભાવે એક, બે જણાવું છું
૪૨, રીજ રોડ, પૂરબ બિલ્ડીંગના કુટુંબીજનોએ, બાબુ પન્નાલાલ અમીચંદ દેરાસરના શતાબ્દિ વર્ષ નિમિત્તે તીર્થંકર પરમાત્મા શ્રી શામળિયાજી પાર્શ્વનાથ ભગવાન પાછળ ચાંદીની પિછવાઈનો લાભ લેવાનું વિચાર્યું. હવે સવાલ એ આવ્યો કે તેમાં વિષય કયો લેવો. જુદા જુદા મંતવ્યો આવ્યા. પરંતુ પૂ. કાકાએ આ સવાલ બહુ સરસ રીતે સુલઝાવી દીધો, જે આ રીતે છે...
દેવો સમવસરણમાં અષ્ટપ્રાતિહાર્યની રચના કરે છે, તો એનાથી ઉત્તમ રચના આ જગતમાં કઈ હોઈ શકે? તમે પણ આવા ઉત્તમ ભાવોથી આવી રચના કરવાનો પ્રયત્ન કરો અને ઉત્તમ ફળને પામનારા બનો. વળી અહીં પરમાત્મા સિદ્ધસ્વરૂપે બિરાજમાન છે તો આવી રચનાથી પરમાત્માના અરિહંતસ્વરૂપની ઝાંખી થાય છે. તેઓશ્રીને મળવા આવેલા સર્વેના મગજમાં આ વાત બેસી ગઈ. અલબત્ત એ પહેલાં પ. પૂ.ગચ્છાધિપતિ આ. શ્રી જયઘોષસૂરિશ્વરજી વગેરે આચાર્ય ભગવંતોની પૂર્વ સંમતિની મહોર જરૂર હતી પણ આચાર્ય ભગવંતને પૂછવા બધા નહોતા આવેલા જ્યારે પૂ. કાકાએ પોતાનો ઘણો સમય આપીને તર્કબદ્ધ રીતે બધાને પ્રસન્નતા ઉપજે તેમ સમજાવ્યું. આજે એ પિછવાઈ બની પણ ગઈ છે અને પ. પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.ના શબ્દોમાં કહીએ તો “બોમ્બેમાં હજી સુધી આવી સુંદર પિછવાઈ જોઈ નથી.”
આવી સ્મરણસંદૂકમાં એક બીજો પ્રસંગ પણ સળવળે છે. ત્રણ મહિના પહેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org