________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૪૯૫
પરમ પૂજ્ય રમણકાકા
1 જયશ્રી દિનેશ દોશી પરમ પૂજ્ય રમણકાકા! એટલે એક ઉજ્જવળ નામ... એક પ્રસન્ન અસ્તિત્વ એક નખશીલ સજ્જનતા એક પ્રજ્ઞાવંત પ્રતિભા એક પ્રબુદ્ધ જીવન એક બહુશ્રુત શ્રાવક પિતાના મિત્ર હોવાને નાતે અને તેમના વાત્સલ્યપૂર્ણ સહવાસના કારણે વારંવાર જિંદગીના નાનાં-મોટાં ઊકેલો...આશીર્વાદો મળતાં જ રહયાં અને એમના પ્રત્યે એક પિતાતુલ્ય અહોભાવ વધતો જ ચાલ્યો..આજે પણ એ ક્ષણોનું સ્મરણ આંખ અને અંતરને ભીંજવે છે. એટલે જ પિતાતુલ્ય પરમ ઉપકારી પૂ. કાકાના ગુણોનું સંકીર્તન કર્યા વગર રહેવાતું નથી.
જ્ઞાનમાર્ગના પ્રવાસી બનેલા પૂ. કાકાએ દાર્શનિક ગૂઢતત્ત્વસભર અનેક ગ્રંથો લખ્યાં છે. વિવેચનો કર્યા છે. તેમાંનો એક છેલ્લો દળદાર ગ્રંથ તે “જ્ઞાનસાર'.જેના મગ્નાષ્ટકના વ્યક્તિત્વમાં પણ પ્રતિબિંબિત થતી હોય તેવું લાગે છે !
ज्ञानमग्नस्य यच्छर्म तद्वस्तुं नैव शक्यते । નોને પ્રિયરન તન્વેન્દ્રનદ્ર: 1 2 || 6 ||
એમના જ આલેખાયેલાં ભાવો એમના જ શબ્દોમાં જાણીએ તો “પુગલાનંદની પ્રાપ્તિ માટે પાપારંભ કરવા પડે છે જે કર્મબંધમાં પરિણમે છે અને વિપાકોદય વખતે દુઃખ આપનારા નીવડે છે......
સંસારના ભૌતિક સુખો તત્ત્વસ્વરૂપની દૃષ્ટિએ દુઃખ જ છે. વસ્તુતઃ ભૌતિક સુખ એ દુઃખનો પ્રતિકાર છે'.
સંસારમાં શ્રુતજ્ઞાનના આનંદની કે આત્મજ્ઞાનના આનંદની અનુભૂતિ કોઈક વિરલા ભાગ્યશાળીને હોય છે. જેમણે એવો અનુભવ કર્યો છે તેઓ પણ એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org