________________
૧૬
ચુત ઉપાસક રમણભાઈ
ખરાબ વાંચન માણસને બગાડે છે એ પણ એટલું જ સાચું છે. પોતાના જીવનઘડતર માટે વ્યક્તિઓએ અને એમના વડીલોએ આરંભથી જ યોગ્ય પસંદગી કરતા રહેવું જોઇએ. જે ગ્રંથ પ્રથમ વાંચને પણ પૂરા કરવાનું મન ન થાય એવા નિસ્તેજ ગ્રંથનો જીવન ઉપર બહુ પ્રભાવ પડે નહિ. જે ગ્રંથનો પોતાના જીવન ઉપર ઘણો બધો પ્રભાવ પડ્યો હોય તે ગ્રંથ ફક્ત એક જ વાર વાંચીને માણસ સંતોષ માની ન શકે.
જે ગ્રંથ પ્રથમ વાંચને જ પોતાનું તમામ રહસ્ય પ્રગટ કરી દે અને પછી એને ક્યારેય કશું નવું કહેવાનું રહે નહિ તે ગ્રંથનું મૂલ્ય બહુ આંકી શકાય નહિ. જે ગ્રંથ વારંવાર વાંચવાનું ગમે અને પ્રત્યેક વાંચને કશોક નવો અર્થ સંદર્ભ પ્રકાશે અને એની જૂની વાત પણ પ્રત્યેક નવા વાંચને તાજગીસભર લાગે તે ગ્રંથની મૂલ્યવત્તા ઘણી વધારે હોય છે. આવા જીવનસ્પર્શી ગ્રંથો જ વ્યક્તિત્વના ઘડતરમાં ઘણું મોટું યોગદાન આપી શકે.
(ડૉ. પ્રીતિબહેન શાહ-સંપાદિત ગ્રંથ પીધો અમીરસ અનુભવનો' માટે લખેલો લેખ.)
ચીની ભાષામાં ‘તાઓ 'નો અર્થ થાય છે “માર્ગ'તાઓ એટલે શાનો માર્ગ? એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. તેના ઉત્તર રૂપે ‘તાઓ’ શબ્દની આગળ ‘તાએન” શબ્દ વપરાતો. ‘તાન' એટલે ઈશ્વર અથવા પરમ તત્ત્વ. કોફ્યુશિયસ પણ ત્યારે તત્ત્વદર્શનને માટે “તાઓ’ શબ્દ વાપરતા. એટલે લાઓસેના તાઓને સ્પષ્ટ રીતે જુદો દર્શાવવા માટે તાએન-તાઓ શબ્દ પ્રચલિત બન્યો હતો. આ વિશ્વમાં સૂર્ય, ચંદ્ર અને તારાઓ સહિત પ્રકૃતિને નિયમમાં રાખનાર, કુદરતની ઘટનાઓનું શાસન કરનાર, સમગ્ર સંસારનું સ્વાભાવિક રીતે સંચાલન કરનાર પરમતત્ત્વ તે ‘તાએન” છે. (‘તાએન’ શબ્દ ભારતમાં વેદના ઋત શબ્દ સાથે કે ઉપનિષદના બ્રહ્મ સાથે મળતો આવે છે.) તાએનનો માર્ગ તે ‘તાએન-તાઓ” અર્થાત્ પરમ માર્ગ અથવા ઈશ્વરનો માર્ગ છે.
રમણલાલ ચી. શાહ (“અભિચિંતના'માંથી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org