________________
૨૭૪
ક્ષત ઉપાસક રમણભાઈ
સંસ્થાને પણ એક વખત મદદ મળે અને સંસ્થા પગભર થાય તેવી તેમની ભાવના હતી. છેલ્લે મેં જ્યારે તેમને પત્ર લખ્યો અને ફોન ઉપર વાત કરી ત્યારે તેમણે મને કહ્યું કે તમે જેન યુવક સંઘને લખો અને તેમના મંત્રી વગેરે ધ્યાન આપશે અને હું પણ ભલામણ કરીશ. પરંતુ મારા દુર્ભાગ્ય આજે તેઓ આપણી વચ્ચે નથી પરંતુ મને વિશ્વાસ છે કે તેઓ પોતાના આત્માથી જરૂર મને આ સફળતામાં સહયોગ કરશે.
હું કોઈપણ વિદ્યાર્થીને જ્યારે જૈન ધર્મ કે દર્શનમાં પીએચ.ડી. માટે રજિસ્ટર્ડ કરાવતો ત્યારે તેમની સાથે જરૂર ચર્ચા કરતો અને માર્ગદર્શન મેળવતો.
ડૉ. રમણભાઈ ચી. શાહ ગુજરાતી ભાષા અને સાહિત્યના તો વિદ્વાન હતા જ પરંતુ જેનદર્શન સાહિત્ય, કળા, સંસ્કૃતિના મર્મજ્ઞ હતા અને સૌથી મોટી વિશેષતા તો એ હતી કે તેઓ શ્વેતામ્બર મૂર્તિપૂજક હોવા છતાં ક્યારેય સંપ્રદાયની સંકુચિતતામાં રહ્યા નથી. એમણે તો એક દીર્ઘદૃષ્ટા, લેખક, કવિ, ચિંતકની ભાવનાથી જ ધર્મના સિદ્ધાંતોનું અવલોકન અને મૂલ્યાંકન કર્યું છે. તેઓ દિગમ્બર કે શ્વેતામ્બર સંપ્રદાયના મહાન આચાર્યો, મહાન આગમ કૃતિઓ કે મહાન તીર્થસ્થાનોનો કોઇપણ ભેદભાવ વગર અધ્યયન, દર્શન કરતાં અને પોતાના લેખોમાં જે-તે સ્થાનો, શાસ્ત્રો અને વ્યક્તિઓના ગુણોની ચર્ચા કરતા. તેથી તેઓ માત્ર શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજમાં જ નહીં સંપૂર્ણ જૈનજગતમાં આદરણીય સ્થાન પ્રાપ્ત કરી શક્યા હતા. હકીકતે તેઓ પથવાદથી દૂર મુક્ત ગગનમાં વિહાર કરતા હતા.
ડૉ. રમણભાઈને વિદ્યાર્થીઓ પ્રત્યે અપાર મમતા હતી. તેથી તેઓ જ્યાં સુધી મહાવીર જૈન વિદ્યાલયના પદાધિકારી રહ્યાં ત્યાં સુધી વિદ્યાર્થીઓને વધુમાં વધુ કેમ સગવડ મળે, તેઓ ઉચ્ચ શિક્ષણમાં વધુ પારંગત બને તેની જ ભાવના રાખતા હતા.
જૈન સાહિત્ય માટે તેઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના તત્ત્વાવધાનમાં દર વર્ષે વ્યાખ્યાનમાળાનું આયોજન કરતા અને મને તેમનું દર વખતે સાનિધ્ય પ્રાપ્ત થતું. એક સફળ લેખક તરીકે તેઓએ અનેક પુસ્તકો લખ્યા છે જે જિનતત્ત્વ'ના નામે અનેક ભાગોમાં પ્રકાશિત થયા છે. “પાસપોર્ટની પાંખે' તેઓ ઉડ્યા છે તો એની પ્રેરણાથી “હવા કે પંખો પર' લખવાની મને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org