________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૨૭૫ પ્રેરણા મળી છે. તેઓ હૃદયના સરળ હતા પણ શિસ્તના આગ્રહી હતા. એનું કારણ કે તેઓ એન.સી.સી.માં મેજરના પદ સુધી કામ કરી ચૂક્યા હતા. સદ્ભાગ્યે હું પણ એન.સી.સી.માં લેફ્ટનન્ટ સુધી કાર્ય કરી ચૂક્યો હતો. હું તો માનું છું કે અનેક બાબતોમાં તેમની પાસેથી મને ઘણું શીખવાનું મળ્યું છે તેથી તે મારા ગુરુપદે રહ્યા છે. તેઓ મને એક મિત્રભાવે સલાહ આપતા રહ્યા છે અને હું નિરંતર પ્રગતિ કરું તેના માર્ગદર્શક રહ્યા છે.
તેમના ધર્મપત્ની પૂ. તારાબહેન એટલા જ વાત્સલ્યમયી, મમતામયી છે. તેઓનું વાત્સલ્ય મને મળતું જ રહ્યું છે. રમણભાઇની જેમ તેઓ પણ મારી પ્રગતિથી સંતોષ વ્યક્ત કરતા તે મારા માટે અમૂલ્ય નિધિ જેવું છે.
આવા સાક્ષર, સાહિત્યકાર મુરબ્બીની ચિરવિદાયથી હકીકતે તેમનો પરિવાર જ નહીં તેમના તમામ સાહિત્યકાર મિત્રો, પ્રવચનભક્તો અને સૌ આજે નિરાધાર બન્યાનો અનુભવ કરે છે. તેમની ખોટ ક્યારેય પૂરી થશે નહીં. તેઓ દેહથી ભલે આપણી વચ્ચે નથી પરંતુ તેમનો અક્ષરદેહ નિરંતર પ્રેરણા આપશે.
જૈન સમાજે એક હીરલો ગુમાવ્યો છે મુ.શ્રી રમણલાલભાઈના વ્યક્તિત્વને મૂલવવા માટે શબ્દો પણ પાંગળા પુરવાર થાય. વિચારોને લેખિની દ્વારા વાચા આપવા માટે ત્યાં પણ મર્યાદા આવી જાય. કારણ એમની બહુમુખી પ્રતિભા એમને ન્યાય આપવો ઘણો મુશ્કેલ છતાં પણ લખ્યા વિના તો ન જ રહેવાય.
સહજ-સરળ સ્વભાવ, વાદવિવાદમાં ઉતરવાનું નહિ- શાંત મુદ્રા, કયારેય પણ અવાજ ઊંચો નહિ, કેટકેટલા ગુણો વર્ણવવા ! આટલી ગુણવત્તા ધરાવતું વ્યક્તિત્ત્વ પણ ઘમંડ જરાપણ નહિ. બધાં સાથેનું આત્મિયતાભરેલું વર્તન જ તેમને કદી પણ ભૂલવા નહિ દે. કહેવાય છે કે સમય જતા બધું વિસરાઈ જાય પણ આ કહેણ રમણભાઈ માટે ખોટી પૂરવાર થશે. કારણ તેઓ સદાય બધાનાં હૃદયમાં સ્મરણરૂપે જીવંત રહેશે. જૈન સમાજે એક હીરલો ગુમાવ્યો છે
| રમા વિનોદ મહેતા, મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org