________________
૨૭૬
શ્રુત ઉપાસક રમણભાઈ
સૌજન્યની ભીનાશ
રોહીત શાહ પોતાની વિદ્વતાને એક બાજુએ રાખીને હંમેશાં સહજ જિજ્ઞાસાવૃત્તિનું લાલન-પાલન કરતા રહેલા ડૉ. રમણલાલ ચી. શાહ નિભતાના ઉપાસક હતા.
ઉત્તમ વક્તા હોવાનું એમનું મુખ્ય લક્ષણ એ હતું કે ક્યારે બોલવું અને કેટલું બોલવું એનો સંયમ એમના વ્યક્તિત્વમાં છલોછલ હતો. તેમના લેખો કદમાં લાંબા રહેતા, તેમનું વક્તવ્ય એટલું જ ટૂંકું રહેતું. એમની કલમને વિવાદ કદીય અભડાવી શક્યો નહોતો. “જિનતત્ત્વ' પુસ્તકશ્રેણીમાં એમણે લખેલા લેખો સમતોલપણાની સુગંધ પ્રસરાવે છે. સમન્વય દ્વારા જ કંઈ પણ સિદ્ધ કરી શકાય એવી એમની સમજણને સૌ કોઈ બે હાથે સલામ કરતું હતું.
ડૉ. રમણલાલ ચી. શાહને પહેલી વખત જૈન સાહિત્ય સમારોહના એક કાર્યક્રમમાં મળવાનું થયું. એમની પ્રજ્ઞાનો પરિચય પહેલેથી જ હતો. ત્યાર પછી એકાદ-બે જાહેર કાર્યક્રમોમાં મળવાનું ય થયું પરંતુ સાવ અલપ-ઝલપ. આ કારણે ઝાઝો વ્યક્તિગત પરિચય ન થઈ શક્યો. થોડી નિખાલસ વાત કરું તો, એમના સાંનિધ્યમાં મુંબઇમાં યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા વખતે, એકાદ વખત વ્યાખ્યાન આપવાની લાલચ મનમાં હતી. પ્રયોજન એટલું જ કે મારા વ્યાખ્યાન પછી એમનો પ્રતિભાવ કેવો મળે છે એ જાણવા મળે ! એમની કસોટીમાંથી પસાર થવાનું સદ્ભાગ્ય મને ન મળ્યું એનો વસવસો સદાય રહેશે.
ગુજરાતમાં ધોરણ ૧૨ ના પાઠ્યપુસ્તકમાં “પગરખાં ગોઠવનાર' શીર્ષક અંતર્ગત એમની એક કૃતિ લગભગ દસ વર્ષ સુધી વિદ્યાર્થીઓને ભણાવી. પાસપોર્ટની પાંખ' પુસ્તકમાંથી લેવાયેલી એ કૃતિ વાંચ્યા પછી વિદ્યાર્થીઓ મારી પાસે આખું પુસ્તક વાંચવાની તત્પરતા વ્યક્ત કરતા. પ્રવાહિતા અને પ્રાસાદિકતા વચ્ચે વહેતી એમની કલમ ક્યાંય ખોડંગાતી ન લાગે. ફેક્ટરીના માલિકનો છોકરો વિદેશમાં અભ્યાસ કરીને આવેલો છતાં અનુભવમાં જરાય ઊણો ન રહી જાય એટલે એને પોતાની ફેક્ટરીમાં જ સાવ સામાન્ય કામકાજમાં તાલીમ લેવા મૂકેલો. ફેક્ટરીની મુલાકાત માટે ગયેલા લેખક અને તેમના સંગાથીઓનાં પગરખાં વારંવાર તે યોગ્ય જગાએ ગોઠવીને મૂકે છે. આટલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org