________________
હ્યુત ઉપાસક રમણભાઈ
૧૦૫
કચ્છમાં સ્થાનકવાસી સંપ્રદાયના અત્યંત ચૂસ્ત રીતે સંયમપાલન કરનાર પૂ. રાઘવજીસ્વામી અને પૂ. મૂળચંદજી સ્વામી શાસ્ત્રના પ્રખર અભ્યાસી છે. તેઓ પણ રમણભાઇનાં લખાણો, પુસ્તકો ધ્યાનથી વાંચી જતા. રમણભાઈ પણ કચ્છ જાય ત્યારે તેમના દર્શને અચૂક જાય. વિનયથી તેમની સાથે શાસ્ત્રની વાતો કરે અને ધન્યતાની લાગણી અનુભવે. એ જ રીતે કચ્છમાં બીજા સ્થાનકવાસી સાધુઓને પણ ભાવપૂર્વક મળે. લાયજાના સાહિત્ય સમારોહ પછી પૂ. વિનોદચંદ્રજી મહારાજ ને મળવા ગયા હતા.
ચિંચણના આશ્રમમાં પૂ. સંતબાલજી મહારાજને વંદન કરવા તક મળે જઈ આવતા. તેમના જીવનકાર્યને બિરદાવતો રમણભાઈનો લેખ તેમનાં અનુયાયીઓમાં પ્રશંસા પામ્યો છે.
દિગંબર સાધુમહાત્માઓનાં પણ દર્શને જાય. લગભગ વર્ષમાં એકવાર જગદીશભાઈ ખોખાણી અને બિપીનભાઈ ગોડા સાથે દિગંબર સાધુઓ અને મુખ્યત્વે પૂ. વિદ્યાસાગરજી મહારાજના દર્શને જાય. દિગંબર સાધુઓની દિનચર્યા અને ખાસ કરીને તેમની ગોચરી વહોરવાની ક્રિયાને નજરે નિહાળે અને સારા નસીબે તક મળે તો ગોચરી વહોરાવે. દિગંબર સાધુઓને જોઇને ભગવાન મહાવીર આ રીતે વિચરતા હશે એમ વિચારી અત્યંત માનની લાગણી તેમના પ્રત્યે પ્રદર્શિત કરે. તેરાપંથી સાધુના પણ તક મળે દર્શન કરવાનું ચૂકતા નહિ. તીર્થયાત્રાએ જવું તેમને બહુ ગમતું. વડીલોને તીર્થયાત્રાએ લઈ જવામાં ધન્યતા અનુભવતા. “કુમાર'ના તંત્રી પૂ.બચુભાઈ રાવત અને તેમનાં પત્નીને શત્રુંજયની યાત્રા કરાવી હતી. ત્યાંની કલાકારીગીરી અને પવિત્રતાથી તેઓ પ્રભાવિત થયાં હતાં. કેટલીકવાર સાધારણ આર્થિક સ્થિતિની વ્યક્તિને વિમાનમાં શત્રુંજયની યાત્રા કરાવા લઈ જાય. વિમાનમાં બેસવાનો આનંદ અને સાથે મહાન તીર્થની યાત્રાનો લાભ બને તેને મળે. અન્ય કોઈ કારણે બહારગામ જાય ત્યારે નજીકના તીર્થે અચૂક જઈ આવે. નેત્રયજ્ઞમાં પૂ ડૉ. દોશીકાકા સાથે જાય ત્યારે તીર્થયાત્રા તો ગોઠવાઈ જ જાય. મોટા ભાગના શ્વેતાંબર તીર્થો તેમણે જોયાં છે. સાથે સાથે મહત્ત્વના બધા જ દિગંબર તીર્થોની પણ યાત્રા કરી છે. અને કેટલાંક તીર્થો પર માહિતીપૂર્ણ લેખ લખ્યા છે જે દિગંબરો પણ ભાવથી વાંચે છે.
સાધ્વીજી મહારાજો, ખાસ કરીને પીએચ.ડી. કે કોઈ અન્ય લખાણ માટે તેમનું માર્ગદર્શન મેળવવા આવનાર સાધ્વીજી મહારાજો અને મહાસતીજીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org