________________
૧૦૬
શ્રુત ઉપાસક રમણભાઈ
રમણભાઇની શાસ્ત્રજ્ઞાનની જાણકારીથી, કડક ચારિત્ર્યપાલનથી અને હૃદયપૂર્વક મદદ કરવાની ભાવનાથી પ્રભાવિત થઇને રમણભાઇને માનની નજરે જુએ. રાજકોટથી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન તરફથી ગોંડલ સંપ્રદાયના મહાસતીજીઓએ તૈયાર કરેલાં આગમગ્રંથોના અનુવાદ કરેલા બધાં જ પુસ્તકો સ્થાનકવાસી સંઘે અમને મોકલ્યાં છે. એ અમારો કીમતી ખજાનો છે. નજરે પડે, વંચાય અને રોજ દર્શન થાય એ રીતે અમે અમારા ઘરમાં તે ગોઠવ્યાં છે.
સાધુઓ તો ખરા જ પણ સાધુતુલ્ય જીવન ગાળનાર વ્યક્તિઓ પ્રત્યે પણ તેમને ખૂબ આદર હતો. સાધુસમું જીવન વિતાવતા જહોરીમલજી પારખના જ્ઞાન, દિનચર્યા અને આશ્ચર્યજનક ત્યાગ અને તપશ્ચર્યાથી પ્રભાવિત થઈ તેમના વિશે રમણભાઈએ લેખ લખ્યો જે વાંચીને કેટલાય વાંચકોએ આશ્ચર્ય અનુભવ્યું
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સાયલાના પ્રણેતા પૂ. લાડકચંદભાઈ વોરા જેમને અમે બાપુજી કહેતા, તેમના જીવનના વિશિષ્ટ પાસાને આવરી લેતો અંજલિ લેખ તેમણે લખ્યો. સાયલા આશ્રમમાં વારંવાર જવાને કારણે ત્યાંના સમગ્ર આરાધક પરિવાર સાથે અમારે લાગણી અને પ્રેમનો નાતો બંધાયો. પૂ. બાપુજી, પૂ સદગુણ બહેન-ગુરુમૈયા, પૂ. ભાઇશ્રી, ટ્રસ્ટીગણથી માંડી નાનામાં નાના માણસ સુધી સહુએ અમને ભાવથી સાચવ્યા છે, અને એટલો પ્રેમ આપ્યો છે જે અમે જિંદગીભર ભૂલીએ નહિ.
યોગીસમ આરાધક, અતિ ઉગ્ર અને આશ્ચર્યજનક સંયમનું પાલન કરનાર, યુવાન યોગેશભાઈને રમણભાઈ જ્યારે મળે ત્યારે બન્ને વચ્ચેના વાર્તાલાપમાં માહિતી અને જ્ઞાનનો ખજાનો ખૂલતો લાગે. ત્યાગ અને ધ્યાન વિશે ઘણું જાણવા મળે. બન્ને એકબીજાને ખૂબ માન આપે. રમણભાઇના આયુષ્યના અંતિમ દિવસોમાં યોગેશભાઈએ કૃપાળુદેવનાં વચનો અને શાસ્ત્રવચનો લખી મોકલ્યાં હતા.
શ્રી રાકેશભાઈ સાથે એમને વિશિષ્ટ કોટિનો સંબંધ હતો. નાની ઉંમરમાં રાકેશભાઇએ જે સાધના કરી અનુપમ સિદ્ધિ પ્રાપ્ત કરી વિશાળ સમુદાયને અને ખાસ કરીને યુવા વર્ગને ધર્મ માર્ગે વાળ્યા તેનું એમને ઘણું મૂલ્ય હતું. બન્ને પરસ્પર માન અને લાગણીથી એકબીજાને જુએ. બન્ને એકબીજાનાં ઉત્તમ તત્ત્વોને ઓળખે અને બીરદાવે. સાચા અર્થમાં બન્ને એકબીજાનાં આત્મીયજન બન્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org