________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૧૦૭
શ્રી રાકેશભાઇએ પીએચ.ડી.ની ડિગ્રી માટે રમણભાઈ પાસેથી માર્ગદર્શન લેવાનું શરૂ કર્યું ત્યારથી રમણભાઇના જીવનના અંતિમ દિવસ સુધી એમણે અને એમના આશ્રમ પરિવારે અમારી નાનામાં નાની જરૂરિયાતની ખૂબ કાળજી લીધી છે. અમને આશ્ચર્યજનક માન અને પ્રેમ આપ્યાં છે. અમે મુલુંડ રહેવા આવ્યા પછી રમણભાઇની માંદગી દરમ્યાન રાકેશભાઈ વારંવાર ઘરે આવી ખબર પૂછતા અને કોઇને મોકલતા. તેમણે અંતિમ દિવસોમાં આરાધના માટે મને મંત્રો આપ્યા. આંતરબાહ્ય કલ્યાણની શુભભાવના સેવી. રમણભાઇના સ્વર્ગવાસ પછી પણ અત્યંત આદરપૂર્વક નિકટના સ્વજનની જેમ રાકેશભાઈ મારી સંભાળ લે છે. આ સહુ મહાનુભાવોએ રમણભાઈ પ્રત્યે જે મંગળભાવના સેવી તે રમણભાઇના મોટા પુણ્યનું ફળ છે.
અન્ય ધર્મના સાધુ સંતોમાં પૂ. મોરારીબાપુ, સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુમહાત્માઓ, હિમાલયના નારાયણ આશ્રમના સ્વામી તદ્રુપાનંદજી, ઝેવિયર્સ કોલેજ સાથેના સંબંધોને કારણે ખ્રિસ્તી સાધુ સંત અને ખાસ કરીને ફાધર બાલાગે૨, ફાધર વાલેસ વગેરેની સાથે અંતરંગ સંબંધ બંધાયો અને તેમના આશીર્વાદ તે પામ્યા. સમગ્રપણે જોઈએ તો ધર્મ તરફ વળેલા, આત્મકલ્યાણને વરેલા વર્ગ તરફ રમણભાઇને આદરની લાગણી અંત પર્યત રહી. એ વર્ગ પણ તેમને ખૂબ માન અને પ્રેમ આપ્યાં.
લોકોમાં ધર્મનો અભ્યાસ થાય, ધર્મભાવના વધે અને સમગ્રપણે જીવન કલ્યાણકારી બને એ લક્ષ્યને ધ્યાનમાં લઇને મહાવીર જૈન વિદ્યાલયના નેજા હેઠળ વિવિધ સ્થળે, મોટે ભાગે યાત્રાના સ્થળે જૈન સાહિત્ય સમારોહનું આયોજન તેમણે કર્યું. જેન ધર્મના વિવિધ વિષયોનું ઊંડાણથી વાંચન, ચિંતન, મનન કરી ખ્યાતનામ લેખકો, ચિંતકો તેમાં ભાગ લઈ પોતાનું વક્તવ્ય રજૂ કરે. મુખ્યત્વે તો તેમાંથી નવોદિત લેખકોને પ્રેરણા અને પ્રોત્સાહન મળે. તેઓ પણ ધર્મના જુદા જુદા પાસાનો અભ્યાસ કરી નિબંધો લખતા-વાંચતા થાય અને એ રીતે વિદ્વાનોની ભાવિ પેઢી તૈયાર થાય. ધર્મનો અભ્યાસ થાય તો જ તેના અજવાળે જીવન જીવવા જેવું બને. સમારોહ પાછળનો એ હેતુ હતો. રમણભાઈએ સફળ રીતે સત્તર જૈન સાહિત્ય સમારોહ યોજ્યા અને ઉત્તરોત્તર યુવાનવર્ગ ઉત્સાહથી તેમાં ભાગ લેતો થયો ને સંખ્યા વધતી ગઈ.
રમણભાઈએ મુંબઈ જેન યુવક સંઘ સંચાલિત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પૂ. સાધુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org