________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૪૧૩
લઇને આવું છું.” સાહેબ, હવે હું ધીરે ધીરે સ્વસ્થ થતો જાઉં છું. તમે મારા માટે તકલીફ લેતા નહિ. મારી વાત સ્વીકાર્ય ન બની. કોઇક સંજોગોને કારણે ડૉ. પીઠાવાલા આવી ન શક્યા, મેં હાશ અનુભવ્યો.
ત્યાર પછીના રવિવારે સવારના પહોરમાં ડૉ. પીઠાવાલા સાથે મારે ત્યાં બન્ને જણ આવી પહોંચ્યા. અમારી બિલ્ડિંગમાં આવવાના અટપટા રસ્તાને કારણે લાંબો ઢોળાવ ચડીને બન્ને વૃદ્ધ મહાનુભાવો મારે ત્યાં આવ્યાં એ પ્રસંગ યાદ કરું છું ત્યારે મારી આંખોમાં જાણે પૂજ્યભાવના અશ્રુઓ ટપકે છે. કયો ઋણાનુબંધ હશે કે, હું એમના આશીર્વાદને યોગ્ય બની રહું છું.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયની બધી જ શાખાઓમાંથી યોગ્ય વિદ્યાર્થીઓને પોતાના માતા-પિતાની સ્મૃતિમાં સુવર્ણ અને રજતચંદ્રક આપવા માટે તેમણે પોતાની આ માતૃસંસ્થાને દાન આપ્યું હતું. ચંદ્રકો માટે ડિઝાઈન-ડાઈ વગેરે બનાવવાના હતાં, આ કામ માટે વિદ્યાલયમાંથી અવારનવાર માણસો મારે ત્યાં આવે. કામ આગળ વધે, પ્રશ્નો ઊભાં થાય, એમની સૂઝને કારણે હલ પણ મળી જાય.
અનેક શૈક્ષણિક સંસ્થાઓ, જ્ઞાતિઓ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને ચંદ્રકો આપે છે. ધાર્મિક ક્ષેત્રે આયંબિલ વગેરે માટે મિતિઓ નોંધાવે છે, દાયકાઓથી આ પ્રવૃત્તિઓ ચાલે છે. પચાસ વર્ષ પહેલા દાતાઓ દ્વારા સંસ્થાઓને અપાયેલી આવી શરતી રકમો શું આજે પર્યાપ્ત છે ખરી ? જવાબ સ્પષ્ટ છે; “ના”.
મારા મનમાં ઘોળાતાં આ પ્રશ્નની વાત મેં સરને કરી. સર, તમે દાન તો આપો છો, દાન આપવાનો વિચાર કરી, સંસ્થાની મંજુરી પછી એને અમલમાં મૂક્યો ત્યાં સુધીમાં તો ચાંદીના ભાવ પાંચસો રૂપિયા વધી ગયાં હતાં. હજીયે કદાચ ભાવ ઘણાં વધે ત્યારે સંસ્થા શું કરશે ? સંસ્થાઓના હિતમાં આ વિષય પર “પ્રબુદ્ધ જીવનમાં આપશ્રીએ એક અગ્રલેખ લખવો જોઈએ. મારી વાત સાથે એ સહમત બન્યા. આવો પ્રશ્ન કદાચ મારા અપાયેલા દાન વિષે ઊભો પણ થાય તો મેં એની જોગવાઈ કરી રાખી છે. એમના જવાબમાં સાચી દીર્ધદર્શિતા હતી. મને સંતોષ થયો.
આ વિષય અનેક સંસ્થાઓને મૂંઝવી રહ્યો છે એટલે જાહેરમાં આ વિષય ચર્ચાની એરણ પર આવવો જરૂરી છે.
પૂ. સર સાથેની અનેક ઘટનાઓનું સ્મરણ કરું છું. જવાબ લખી મોકલવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org