________________
૪૧ ૨
શ્રુત ઉપાસક રમણભાઈ
મારી પાસે ઘણાં બધાં સ્મરણચિહ્નો, સન્માનપત્રો વગેરે ભેગાં થયાં છે. આ બધું જોઈને મનમાં ક્યારેક અહં ઉપજે. આવી કોઈ ગ્રંથિ હવે પેદા થવી ન જોઈએ. અને તેથી તમામ સન્માનપત્રો વગેરેનો તમે નિકાલ કરી નાખજો, હું આ બધું તમને મોકલું છું.
એક ચંદ્રક કે સન્માનપત્રક મળે ત્યારે એની વારંવાર થતી જાહેરાતો અને ફોટો દેનિકોમાં પ્રસિદ્ધ થાય. ગુણગાન ગવાય, ફૂલીને ફાળકો થતી વ્યક્તિ ધરતીથી બે વેંત ઉપર ચાલે. અહીં ?
કોઈ ખેવના ન હતી. સાચા આત્મતત્ત્વની શોધ માટે તદન નિગ્રંથ બની જવાની ઈચ્છા હતી, ત્યાગીને ભોગવવાની ઇચ્છા હતી. મને યુવક સંઘના પીઢ કર્ણધાર સ્વ. ચીમનલાલ જે. શાહ યાદ આવી ગયાં. થોડાંક વર્ષો પૂર્વે એમણે પણ મને આ રીતે બધું જ મોકલી આપ્યું હતું. ગમતાનો ગુલાલ તો ભલે કરીએ, અહીં તો સર્પ કાંચળી ઉતારે તેમ પ્રશંસાને કોરે મૂકી, મનને છાને ખૂણે બેઠેલાં અહંની કાંચળી ઉતારવાની હતી. હું સ્તબ્ધ હતો.
સર પાસેથી આવેલાં સન્માનપત્રો મેં જોયાં. વિશાળ કદના એક સન્માનપત્રને જોઈ ઘડીભર અટક્યો. તારાબહેનને ફોન કર્યો. આ માનપત્ર ન કાઢીએ તો ? પન્નાભાઈ, તમારા સાહેબને હવે પ્રશસ્તિનો કોઈ મોહ નથી રહ્યો.
૧૪ મી ઑગષ્ટના હું અને પ્રભા પૂ. રમણભાઈ-તારાબહેનના મુલુંડના નવા નિવાસસ્થાને તેમને મળવા ગયાં. મને જોઇને સર પથારીમાં બેઠા થયા. દુર્બળ પડી ગયેલો એમનો દેહ જોઈ મનને ખિન્નતા થઈ. આ પરિસ્થિતિમાંય બે-ત્રણ ઓશીકાં ટેકવીને સૂતાં સૂતાંય લખવાનું, મઠારવાનું કામ ચાલુ હતું. જ્ઞાનની આવી પ્રભાવના ક્યાં જોવા મળે ?
એકાદ કલાક એમની પાસે ગાળ્યો. પાછા ફરવાની રજા લીધી, તેમના સંપાદિત બે નવા પુસ્તકો શ્રીમદ્ યશોવિજયજી વિરચિત “જ્ઞાનસાર” અને “વીર પ્રભુના વચન' મારું અને પ્રભાનું નામ લખી અમને આપ્યાં. ચરણસ્પર્શ કરી મેં પુસ્તકો લીધાં. તેમને અમારા આ છેલ્લાં વંદન હતાં. આમ પણ જ્યારે જ્યારે તેમને મળતો ત્યારે મા શારદાનો પ્રસાદ તો અવશ્ય પામતો.
ગયા વર્ષે હું રાંઝણ (સાયેટિકા) ને કારણે શારીરિક રીતે અસ્વસ્થ બન્યો હતો. રમણભાઇને આ વાતની ખબર પડી. મને ફોન કર્યો, પૂછા કરી, મને કહે, “તમારા જેવી વ્યક્તિ બીમાર પડે એ ન ચાલે, હું બે-ચાર દિવસમાં ડૉ. પીઠાવાલાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org