________________
શ્રુત ઉપાસક રમણભાઈ
સર, આંખ અને અંતરનો વિસામો
પન્નાલાલ કે. છેડા
૧૯૬૨-૬૩ નું વર્ષ, હું એમ.એ. નો અભ્યાસ કરતો હતો. પૂ. રમણભાઈ અને તારાબહેન બન્ને મારા પ્રોફેસર. એ સમયે એમની સાથે નિકટના પરિચયમાં આવવાનું બન્યું. ચોપાટીના કલ્યાણ પાર્શ્વનાથ જિનાલયને અડીને એમનું નિવાસસ્થાન. ૧૯૬૬માં હું હ્યુજીસ રોડ રહેવા ગયો. ચોપાટીના દહેરાસરમાં દર્શન કરવા જાઉં ને ક્યારેક રમણભાઇને સેવા-પૂજા કરતો જોઉં, જે ભક્તિભાવથી એમને પૂજા કરતાં જોતો ત્યારે આંખ સામે શ્રાવક કરતાં મેજર રમણભાઇની છબી ઊપસી આવતી. આંખ અને અંતર બન્ને, ભક્તિથી પ્રભુજીની સામે એમને વંદી ઊઠતાં.
૪૧૧
સરની નમ્રતા, સરળતા, સાદગી, સૌજન્ય, ઉદારતા, શિસ્ત આદિ અનેક ગુણો તેમના સંપર્કમાં આવનારાઓએ અનુભવ્યાં છે. લગભગ ૩૫ વર્ષ પહેલાંની વાત. સ૨નો ફોન આવ્યો, જર્મનીથી એક ટાઇપીન લાવ્યો છું. તમારા માટે મોકલું છું, તમને જરૂર ગમશે. કેટલી બધી મોટપ હતી એમના શબ્દોમાં. તેમનો શિષ્ય હોવા છતાં ‘તમને’ ના ઉચ્ચારની તેમની મોટપ અહંકારને જાણે ઓગાળી નાખતી હતી.
મનની ભીતરમાં ડોકિયું કરું છું તેમના સૌજન્યનો એક પ્રસંગ યાદ આવે છે. મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા ડૉ. પીઠાવાલાનું સન્માન થવાનું હતું. સન્માનપત્ર મારે બનાવવાનું હતું. સંઘમાંથી લખાણ આવી ગયું હતું. કોણ જાણે કેમ પણ, મને શબ્દોમાં ફે૨ફા૨ ક૨વાની ઈચ્છા થઈ. ફેરફાર કરીને લખાણ સરને મોકલ્યું, વાંચીને મને ફોનમાં કહ્યું; ‘સરસ લખ્યું છે, સન્માનપત્ર સારું બનાવજો.' મારાથી પૂછાઈ ગયું; સર, મૂળ લખાણમાં મેં ફેરફાર કર્યો છે, કોણે લખ્યું હતું એ ? મેં જ લખ્યું હતું પણ, આ લખાણ વધારે સારું છે.’ મને સમજાયું નહિ કે, મારે પોરસાવું કે જીભ કચરવી ? ‘સોરી સર, મેં તમારા લખાણને ફેરવી નાખ્યું’, ‘એવું નથી, બલ્કે તમે બધું જ સારી રીતે આવરી લીધું છે.' મારા અહંકારનું સ્થાન હવે નમ્રતાએ લીધું હતું. આદમિયતની આ ખુશબોએ મનને તરબતર કરી નાખ્યું. આછું આછું યાદ છે ત્યાં સુધી ત્રણેક વર્ષ પહેલાં મને ફોન કર્યો. પન્નાલાલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org