________________
શ્રુત ઉપાસક રમણભાઈ ખરા. હજી તેમના આભામંડળની આભા મારા સ્મરણમાંથી જતી નથી. ખરેખર આવા વિષમ કાળમાં ખૂબ નિર્મળ, સમતા ને સ૨ળતાવાળા આત્માને મારા કોટિ કોટિ વંદન છે.
થોડાંક વર્ષો પહેલાં પાલનપુરમાં જૈન સાહિત્ય સમારોહમાં ભાગ લેવા માટે મને આમંત્રણ મળેલ. ત્યારે મારે ચૌદ ગુણસ્થાનકો પર પ્રવચન આપવાનું હતું. તેમાં તેમણે બીજી અનેક સૂચના મને કરેલ. તે ખરેખર અદ્ભુત શાસ્ત્રીય સુસંગત હતી. તે પણ હજી ભુલાતું નથી.
છેલ્લા પાંચ વર્ષથી અમદાવાદમાં અને ગુજરાત વિદ્યાપીઠમાં તેમના જાહે૨ પ્રવચનોમાં ખૂબ ઝીણવટભરી આગમોઉચિત શાસ્ત્રીય વાતો સાંભળીને મેં ખૂબ ધન્યતા અનુભવેલી. મારા માર્ગદર્શન હેઠળ ચાલતી પંડિત સુખલાલજી વ્યાખ્યાનમાળાના પ્રસંગે અનેક ધાર્મિક અને માર્મિક ચર્ચાઓમાં પૂરો સમય લઈને મને ખૂબ જ પ્રભાવિત કરેલ. આવા નાના નાના અસંખ્ય વિસ્મરણીય પ્રસંગોની નોંધ અહીં મૂકી શકાય તેમ નથી. પણ મારા અંતરની ધારામાંથી પ્રગટ થયેલી ભાવધારા પ્રગટ કરી વિરમું છું. પ્રભુ તેમના આત્માને ચિરશાંતિ અર્પે. છેલ્લાં કેટલાંક ‘ધર્મધારા’માં તેમના લેખો પ્રગટ કરીને મને ઉપકૃત કર્યો છે.
૪૧૦
OUR HEARTFELT CONDOLENCES
The Death is unvoidable and we all have to surrender ourselves against the will of Almighty.
We PRAY GOD to give an eternal peace to the DEPARTED SOUL.
We EXPRESS OUR HEARTFELT CONDOLENCES on this most painful berevement. WE PRAY GOD to give you all enough strength to bear this misfortune.
I MAHASUKHBHAI M. SHAH
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org