________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૪૦૯
આપનાર
|| ડૉ. મનહરભાઈ સી. શાહ થોડાંક વરસો અગાઉ ધોળકાની પત્રકાર પરિષદમાં તેમની સાથેનો એક નાનકડો પણ અભુત પ્રસંગ બની ગયો.
હું, મારા પત્ની કાન્તાબહેન અને રમણભાઈ એક જ મકાનમાં ઉપર નીચે ઉતરેલાં હતાં. હું અને મારા પત્ની પરવારીને નીચે ઉતર્યા અને રમણભાઈને વાત કરી, ચાલો આપણે સમયસર મિટિંગમાં પહોંચી જઈએ. તુરત જ તેમને મારા પત્નીને પૂછ્યું કે ડૉક્ટર પૂજા કરી આવ્યા? મારા પત્નીએ કહ્યું: રમણભાઈ એ પૂજાની જોડ લાવ્યા છે પણ પૂજા કર્યા વગર મિટિંગમાં જવા નીકળ્યા છે. તુરત જ તેમણે ભારેખમ અવાજે કહ્યું, ચાલો જલદીનાહીને નીચે આવો. આપણે સાથે પૂજા કરવા જઈએ છીએ. તમારી રાહ જોઉં છું. અમે ત્રણેય દેરાસરમાં પૂજા કરવા પહોંચ્યા. ત્યાં તે વખતે મૂળનાયકની પહેલી પૂજાની ઘીની બોલી બોલાઈ ગઈ હતી. પૂજારીએ પૂજા કરવા એ ભાઈનું નામ બોલ્યા અને બોલાવ્યા, તરત જ તે ભાઈ બોલી ઊઠ્યા પૂજા ડૉ. મનહરભાઈ કરશે. હું તો એકદમ અવાચક થઈ ગયેલ. આ ભાઈને હું ઓળખતો નથી ને આટલી મોટી બોલી.. ને મારા ઉપર આદેશનો કળશ ઢોળ્યો. તુરત જ મેં પૂજારીને વિનંતી કરી કે મારી સાથે આવેલ મુરબ્બી રમણભાઈ પહેલાં પૂજા કરશે. પણ રમણભાઈએ મારી વાત સ્વીકારી નહીં. આ પ્રસંગની મારા મન પર અમીટ છાપ રહી ગઈ કે હું પૂજા કરવા જતો ન હતો ને જોગાનુજોગ પૂજા કરવાનું નિમિત્ત મુરબ્બી રમણભાઈએ કર્યું અને મને પ્રથમ પૂજાનો લાભ આપ્યો. ધન્ય છે આવા આત્માઓને. તેમણે પ્રભુને વંદન કરી પૂજાનું ફળ મને નહીં પણ રમણભાઈને હોજો એવું માંગ્યું. આ વાત સ્મરણ થતાં તેમની ભાવધારા હજુ પણ મારા માટે ટપક્યા કરે છે. આ નાનો સરખો પ્રસંગ મારા જીવનના ૮૦ વર્ષે પણ હું વાગોળું છું. આવા હતા રમણભાઈ ધર્મનિષ્ઠ, ધર્મપ્રિય. બીજા નાના મોટા અનેક પ્રસંગો પણ બન્યા. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં મને વક્તા તરીકે લાભ આપી “ઋણાનુબંધ'નું પ્રવચન રાખેલ. પણ આજે અમારો ઋણાનુબંધ પૂરો થયો છે. છતાંયે પાછા મળીશું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org