________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૩૭
શુટિંગ, મેપ રીડિંગ, ફિલ્ડક્રાફ્ટ વગેરે વિષયોની સાપ્તાહિક પરીક્ષામાં કેટલીક વાર પ્રથમ નંબરે આવવાને કારણે મને ‘શાબાશી’ મળતી. એથી લશ્કરી તાલીમ લેવામાં થોડો ઉત્સાહ પણ જળવાઈ રહેતો.
કૉલેજમાં એન.સી.સી. ઑફિસર તરીકે જોડાયા પછી સતત વીસ વર્ષ સુધી એ ક્ષેત્રમાં સેવા આપવાનું મારે બન્યું હતું. વીસ વર્ષમાં વીસથી અધિક કેમ્પમાં જવાનું પ્રાપ્ત થયું હતું. દરેક કેમ્પમાં સેંકડો નવા કેડેટો આવ્યા હોય. એ બધાને તાલીમ આપવામાં તથા સમગ્ર કેમ્પના વહીવટના આયોજનોમાં સક્રિય ભાગ લેવાનું પણ બનતું રહ્યું હતું. દેવલાલી, લોનાવલા, કરજત, દેહૂ, પૂના, ખડકવાસલા, નાસિક, જલગામ,માથેરાન, જવાર, વડોદરા, કાગલ, થાણા, મહાબળેશ્વર, બેલગામ, ગોકાક વગેરે સ્થળે યોજાયેલા કેમ્પમાં તરેહતરેહના અનુભવો થયા છે. દરેક વખતે કેમ્પ-કમાન્ડન્ટ જુદા જુદા હોય અને તે દરેકની પદ્ધતિ અને પ્રકૃતિ જુદી જુદી હોય. કેમ્પ-કમાન્ડન્ટ કઈ વસ્તુ ઉપર ભાર મૂકે છે અને તેમના ગમાઅણગમા કેવા છે તે જો સમજી લઈએ તો તેમની સાથે ઘર્ષણ વગર કામ કરી શકાય. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તો મેજરની રેન્ક મળ્યા પછી કેમ્પના સેકન્ડ ઈન કમાન્ડ તરીકે કામ કરવાનું મારે આવ્યું હતું. એટલે કેમ્પ-કમાન્ડન્ટ પછી કેમ્પને લગતી બધી સત્તા મારા હસ્તક રહેતી. વળી કેમ્પકમાન્ડન્ટ ઘણું ખરું મેજરની રેન્કના રહેતા એટલે તેઓ પણ સમાન રેન્કને કારણે મારા પ્રત્યે આદર રાખતા અને પૂરો વિશ્વાસ મૂકીને બધી સત્તા મને સોંપી દેતા. એવે વખતે કેડેટો માટે એન.સી.સી. કેમ્પ એક યાદગાર કેમ્પ બની રહે એ માટે વિવિધ ઉપાયો અને યોજનાઓ વિચારીને તેનો અમલ કરાવતા. કૉલેજમાં અધ્યાપક હોવાને નાતે વિદ્યાર્થીઓ સાથેનો સંપર્ક અમારે જેટલો હોય તેટલો લશ્કરી કેમ્પ-કમાન્ડરને ન હોય તે સ્વાભાવિક છે. એટલે કેડેટો માટે કેમ્પની નજીકનાં જે ઐતિહાસિક કે પ્રાકૃતિક સ્થળો હોય તો તેનું પર્યટન પણ ગોઠવતો. કેડેટોને ખાવાપીવાનું બરોબર મળે છે કે નહિ તેનું ધ્યાન જાતે રાખતો. સાંજને વખતે રાઉન્ડ મારવા નીકળતો ત્યારે તેઓની વચ્ચે બેસીને સમાન ધોરણે વાતો કરતો. આથી વિદ્યાર્થીઓને લશ્કરી તાલીમનો ડર ઓછો રહેતો. ચૌદ દિવસના કેમ્પ કરતાં ભગવાન રામનો ચૌદ વર્ષનો વનવાસ વધુ સારો એવી વિદ્યાર્થીઓમાં પ્રચલિત બનેલી ઉક્તિનો ભ્રમ કેડેટો સાથેની આત્મીયતાને કારણે ભાંગી જતો. એન.સી.સી.માં જોડાયેલા ઑફિસરોને બધી જ રેન્કની બઢતી સમયાનુક્રમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org