________________
૩૮
શ્રત ઉપાસક રમણભાઈ
અપાય છે. લશ્કરમાં શરૂઆતમાં બે-ત્રણ રેન્ક સુધી બઢતી સમયાનુક્રમે થાય છે, પરંતુ પછીથી વ્યક્તિની હોંશિયારી અનુસાર તેને બઢતી મળતી રહે છે. ત્યારપછી બ્રિગેડિયરની કક્ષાથી ઉપરની બધી રેન્ક લાયકાત અનુસાર અને ખાલી પડેલી જગ્યાનુસાર અપાય છે.
એન.સી.સી.માં પંદર-વીસ વર્ષ સતત ચાલુ રહી મેજરની રેન્ક સુધી પહોંચવાનું અને બેટેલિયન કમાન્ડર થવાનું અધ્યાપકીય જીવનમાં સરળ નથી . એક કોલેજમાંથી બીજી કૉલેજમાં એન.સી.સી.ના કેડેટોની સંખ્યા ઘટતાં, એન.સી.સી.ના કામનો બોજો વધુ પડતો લાગતાં કે બીજા કોઈ કારણસર ઘણા આફિસરો આઠ-દસ વર્ષ એન.સી.સી.માં કામ કર્યા પછી છૂટા થાય તેવા સંજોગો ઊભા થતા હોય છે. સદ્ભાગ્યે મુંબઈની ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે ૧૯૫૦માં અને એન.સી.સી.માં ૧૯૫૧માં હું જોડાયો ત્યારથી તે ૧૯૭૦ સુધી એ જ કૉલેજમાં અધ્યાપક અને એન.સી.સી. ઓફિસર તરીકે હું ચાલુ રહ્યો. ૧૯૫૫-૫૬ના એક વર્ષ માટે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે કામ કરવા માટે મને મોકલવામાં આવ્યો ત્યારે નવી કોલેજ હોવા છતાં સદ્ભાગ્યે ત્યાં પણ એન.સી.સી.ના ઑફિસર તરીકે ચાલુ રહેવાનું બન્યું હતું. ૧૯૭૦માં મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે હું જોડાયો એટલે આપોઆપ એન.સી.સી.ની મારી કારકિર્દી પૂરી થઈ. ઝેવિયર્સ કૉલેજમાં ૧૯૫૧ થી ૧૯૫૪ સુધી સેકન્ડ લેફટનન્ટ તરીકે, ૧૯૫૪ થી ૧૯૫૮ સુધી લેફટનન્ટ તરીકે, ૧૯૫૮ થી ૧૯૬૫ સુધી કેપ્ટન અને કંપની કમાન્ડર તરીકે અને ૧૯૬૫ થી ૧૯૭૦ સુધી મેજર તરીકે એન.સી.સી.માં હું સેવા આપતો રહ્યો હતો. છેલ્લાં વર્ષોમાં સેકન્ડ ઈન કમાન્ડ તરીકે અને કોઈ કોઈ એન. સી. સી. કેમ્પમાં અથવા કમાન્ડિંગ ઑફિસર રજા ઉપર હોય ત્યારે બેટેલિયન કમાન્ડરનું પદ મને ભોગવવા મળ્યું હતું. ગુજરાતી વિષયના એક અધ્યાપક તરીકે મળેલા આવા વિરલ પદાધિકારીઓથી એક પ્રકારની ધન્યતાનો સહજ અનુભવ થતો.
એન.સી.સી.માં જોડાવાના કારણે પરેડ ઉપર અને વાર્ષિક કેમ્પમાં હાજરી આપવાને લીધે સમયનો ઘણો બધો વ્યય થતો. તદુપરાંત ઘરે બેસીને જાતજાતનાં રજિસ્ટરો ભરવાનાં આવતાં. બેટેલિયન હેડક્વાર્ટર્સનું શસ્ત્રો, સ્ટોક વગેરેનું પણ ઘણું કામ રહેતું. આમ એન.સી.સી.માં જોડાયો તેથી તેને માટે જીવનનો ઘણો બધો અમૂલ્ય સમય મારે આપવો પડ્યો છે; પરંતુ બીજી બાજુ એથી કેટલાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org