________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૩૮
લાભ પણ થયા છે. એક સિવિલિયન વ્યક્તિને રેગ્યુલર મિલિટરીનાં મથકોમાં રહેવા મળે અને ત્યાંના જીવનને નજીકથી નિહાળવા અને અનુભવવા મળે એ જેવીતેવીતક નથી. સાહસિકતા, નીડરતા, ધૈર્ય, અડગતા, સમયસૂચકતા, ધ્યેયની સ્પષ્ટતા, આપત્તિના પ્રસંગે પણ સ્વસ્થતા, વિપરીત પરિણામ આવે તો તેના વિકલ્પો, ઘડિયાળને કાંટે સમયનું ચુસ્ત પાલન, કુશળ આયોજન, જવાબદારીનું પૂરેપૂરું પાલન કરવાની નિષ્ઠા અને તત્પરતા વગેરે ઘણા બધા ગુણ લશ્કરી જીવનના અનુભવોના આધારે કેળવાય છે. કુદરતમાં ખુલ્લામાં રહેવાની તકને કારણે પ્રકૃતિ સાથેની આત્મીયતા સધાય છે. વળી મને એન.સી.સી.ના નિમિત્તે ઘણે ઠેકાણે પ્રવાસ કરવાની પણ ઘણી સારી તક સાંપડી છે. ૧૯૫૧માં બેલગામની તાલીમ દરમિયાન રજાના દિવસોમાં ગોવાનો પ્રવાસ, પોર્ટુગીઝ શાસન દરમ્યાન, કરવા મળ્યો હતો. જે સ્થળે કેમ્પ હોય અથવા રિફ્રેશર કોર્સ માટે જવાનું હોય ત્યારે તેની આસપાસનાં જોવા જેવાં સ્થળોનું પર્યટન અચૂક ગોઠવાઈ જતું. એ રીતે એન.સી.સી.માં જોડાવાથી પ્રવાસના કેટલાક મહત્ત્વના લાભ પણ મને થયા છે.
એન.સી.સી.ના મારા વીસ વર્ષના અનુભવોને જ્યારે જ્યારે સંભારું છું ત્યારે કેટકેટલાં સ્મરણો નજર સામે તરવરે છે! દેવલાલીના કેમ્પમાં અંધારામાં ભૂત જેવું દશ્ય જોઈને ગભરાઈને માંદા જેવા થઈ ગયેલા કેપ્ટન ફર્નાન્ડીઝ, ગોકાકના કેમ્પમાં મહારાષ્ટ્રના અને કર્ણાટકના કેડેટો વચ્ચે અડધી રાતે થયેલી ભયંકર મારામારી, નાસિકના કેમ્પમાં ગોદાવરી નદીમાં છાનાંમાનાં નહાવા ગયેલા અને ડૂબી ગયેલા બે કેડેટોની કરૂણ ઘટના પછી ગમગીન બની ગયેલા કેમ્પના વાતાવરણને પ્રોત્સાહિત કરવાના કેમ્પ-કમાન્ડરના પ્રયાસો, દેહુના કેમ્પમાં છેલ્લે દિવસે કેડેટોને વહેંચવા માટે આવેલી ચોકલેટોની ચોરાઈ ગયેલી તમામ પેટીઓ, કરજતના કેમ્પમાં નાઈટ માર્ચ વખતે અંધારામાં ટેકરી ઉપરથી ગબડી પડેલા એક ઓફિસર, આલંદી કેમ્પમાં રોજ ફરવા માટે પાસ વગર ભાગી જતા કેડેટોની તપાસ, વડોદરાના કેમ્પમાં રેઈન્જ ફાયરિંગ વખતે નીકળેલા એક સાપને લીધે થયેલી અવ્યવસ્થા, પુનાના રેલવે સ્ટેશન ઉપર રેલવે રિઝર્વેશનની થયેલી ગડબડના કારણે છૂટી છૂટી બોગીઓમાં કેડેટોને બેસાડવા જતાં ખોવાઈ ગયેલી રાઈફલો, નાસિકના કેમ્પમાં રસ્તો બાંધવાના પ્રોજેક્ટ વખતે જેમની જમીન કપાઈ ગઈ તે ખેડૂતો સાથે થયેલી અથડામણ-આવી ઘણી બધી ઘટનાઓ નજર સામે તરવરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org