________________
૪૦
છે.
એન.સી.સી.માં વર્ષોવર્ષ વિવિધ પ્રકારના અનુભવો મને થતા રહ્યા હતા. દર વર્ષે સતત નવા નવા કેડેટો, નવા નવા ઇન્સ્ટ્રક્ટરોનો સંપર્ક થતો અને દર બેત્રણ વર્ષે નવા બેટેલિયન કમાન્ડરનો પરિચય થતો. વાર્ષિક કેમ્પમાં પણ જુદી જુદી કૉલેજના સેંકડો કેડેટોના સંપર્કમાં આવવાનું બનતું. વીસ વર્ષની એન.સી.સી.ની કારકિર્દીમાં આવી રીતે દસેક હજારથી વધુ વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું બન્યું હતું. એમાં કેટલીયે વ્યક્તિ સાથે એવી કેટલીક ઘટનાઓ બની હતી કે જેથી એ વ્યક્તિઓના વિલક્ષણ વ્યક્તિત્વનું સ્મરણ ચિરકાલીન બની ગયું. આવી ઘણી વ્યક્તિઓમાંથી અહીં સોળ જેટલી વ્યક્તિઓના રેખાચિત્રો અંગત સંસ્મરણોના આધારે દોર્યાં છે. એમાં એવી વ્યક્તિઓની પંદગી કરી છે કે જેનું શબ્દચિત્ર કંઈક રસિક બને અને એના જીવનની ઘટના વિશે એક વાર્તાની જેમ નિરૂપણ કરવું ગમે. આમાં કેટલીક વ્યક્તિ એવી છે કે જેના જીવનમાંથી આપણને કંઈક પ્રે૨ણા મળે, કેટલીક વ્યક્તિ એવી છે કે જે આશ્ચર્યમુગ્ધ કરી મૂકે. તો કેટલીક વ્યક્તિની ઘટના એવી છે કે જે આપણને વિષાદનો અનુભવ કરાવે.
શ્રુત ઉપાસક રમણભાઈ
મારાં અંગત સંસ્મરણોના આધારે અહીં જે સોળ રેખાચિત્રો આપવામાં આવ્યાં છે તેટલી જ વ્યક્તિઓ મારે માટે ચિરસ્મરણિય છે એવું નથી. હજુ ઘણી એવી બધી વ્યક્તિઓ છે કે જેના વિશે ભવિષ્યમાં ક્યારેક જો અવકાશ મળે તો લખવાની આશા અને શ્રદ્ધા છે. એન.સ.સી.માંથી નિવૃત્ત થયા પછી વીસ વર્ષે આ સ્મરણો લખવાની અને પ્રગટ કરવાની અનુકૂળતા પ્રાપ્ત થઈ. બીજાં સ્મરણો વિશે લખવાની અને પ્રગટ કરવાની અનુકૂળતા ક્યારે મળશે તે તો કોણ જાણે ?
‘પાસપોર્ટની પાંખે’માં અંગત અનુભવોનાં જે સ્મરણો લખ્યાં છે તેમાં પ્રવાસવર્ણન અને ટૂંકી વાર્તા એ બે સાહિત્યસ્વરૂપોના સમન્વયનો જેમ મેં પ્રયોગ કર્યો તેમ આ પુસ્તકમાં સત્ય ઘટનાત્મક આત્મલક્ષી પ્રકારના અંગત અનુભવો સાથે રેખાચિત્ર અને ટૂંકીવાર્તા એ બે સાહિત્યસ્વરૂપોનો સમન્વય કરવાનો પ્રયોગ કર્યો છે. સત્ય ઘટનાત્મક વસ્તુ સાથે સર્જનાત્મક સાહિત્યસ્વરૂપોનો વિનિયોગ ક૨વામાં સર્જકતાના કેટલાક અંશો કુદરતી રીતે આવ્યા વગર રહે નહિ, અલબત્ત એ વિશે સહૃદય ભાવક અધિકારપૂર્વક વધુ સારી રીતે કહી શકે.
આ રેખા ચિત્રો વાંચકોને, વિશેષતઃ યુવકોને ગમશે તો મારો આ પ્રયાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org