________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૪૧
સાર્થક માનીશ.
આ રેખાચિત્રો લખવામાં અને પ્રગટ કરવામાં જેમના જેમના તરફથી મને સહકાર મળ્યો છે, ઉપયોગી માર્ગદર્શન મળ્યું છે તે સૌનો ઋણી છું. આ રેખાચિત્રોની પ્રેસકોપી તૈયાર કરી આપવા માટે શ્રી ચીમનલાલ કલાધરનો, કવર-ડિઝાઈન કરી આપવા માટે શ્રી જય પંચોલીનો અને સરસ મુદ્રણકાર્યની વ્યવસ્થા કરી આપવા માટે ડૉ. શિવલાલ જેસલપુરા તથા શ્રી ગિરીશ જેસલપુરાનો હું આભારી છું.
શ્રી મુંબઈ જેન યુવક સંઘની સ્થાપનાના સમયે દેશ ગુલામ હતો. ત્યાર પછી બીજી વિશ્વયુદ્ધની પરિસ્થિતિની અસર ભારતના લોકજીવન પર પડી હતી. ભારત આઝાદ થતાં અનાજ, કાપડ અને રહેઠાણની સમસ્યાઓ ઊભી થઈ હતી. ભાષાવાર માંતરચના, વસ્તી વધારો, સરકારી કુમારશાહી, ભ્રષ્ટાચાર વગેરેની સમસ્યાઓ પણ ઊભી થઈ હતી. આમ સંસ્થાની સ્થાપનાના આ સાઠ વર્ષના ગાળામાં ભારતીય ભાતીગળ જનજીવન અને તેમાં પણ મુંબઈનું જનજીવન વિવિધ તબક્કાઓમાંથી પસાર થયું. આ સાઠ વર્ષના ગાળામાં એક બાજુ ગાંધીજી જેવી વર્તમાન સમયની સર્વોચ્ચ પ્રતિભા જોવા મળી, તો બીજી બાજુ બીજા વિશ્વયુદ્ધ સહિત દેશ અને દુનિયામાં અધોગતિના અનેક પ્રકરણો પણ જોવા મળ્યાં. આ બધાંના પડઘા “પ્રબુદ્ધ જીવને' સમયે સમયે કેવા કેવા ઝીલ્યા છે એ એના ભૂતકાળના અંકો ઉપર નજર નાખતા જોવા મળે છે.
D રમણલાલ ચી. શાહ (“અભિચિંતનામાંથી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org