________________
ક્ષત ઉપાસક રમણભાઈ
૩૮૭
સુખ એ દુઃખનો પ્રતિકાર છે.”
સંસારમાં શ્રુતજ્ઞાનના આનંદની કે આત્મજ્ઞાનના આનંદની અનુભૂતિ કોઈક વિરલા ભાગ્યશાળીને હોય છે. જેમણે એવો અનુભવ કર્યો છે તેઓ પણ એને શબ્દમાં વર્ણવી શકતા નથી. એટલે એ આનંદ કેવો છે તે જાણવા માટે જાતે જ અનુભવ કરવો પડે છે. રુચિ, શ્રધ્ધા અને પુરુષાર્થથી એવો અનુભવ થઈ શકે છે...'
અને જ્ઞાનયોગી એવા પૂ. કાકાની પણ રુચિ, શ્રધ્ધા અને પુરુષાર્થ આત્માના જ્ઞાનના પ્રવાસરૂપે જ હતા. જીવનમાં ઉમેરવાને માટે જ હતા.
આ આત્મજ્ઞાનની સાથે વ્યવહારિકતા, મૈત્રીભાવ, પરોપકારવૃત્તિ પણ તેમનામાં એટલાં જ હતાં. કોઈપણ બાબતની પૃચ્છા કરીએ, સલાહ માગીએ તો ગમે તેવી ગંભીર બાબત પણ સરળતાથી-સાહજિકતાથી સમજાવે. ક્યારેય મોટપ બતાવવી નહીં અને સામાને નાનપ આપવી નહીં એવી વ્યવહારીક દક્ષતા તેમનામાં હતી. હંમેશાં હસતું જ મોટું હોય. મને તો વિચાર થાય છે પૂ. કાકા કયારેય કોઈને ગુસ્સે થયા હશે ખરાં ? આવા ગુણસભર એક બે સ્મરણ તાદૃશ્ય થાય છે...
બે વર્ષ ઉપર બાબુના દેરાસર (તીનબત્તીના દેરાસરમાં, જ્યાં પૂ. કાકા તથા પૂ. કાકી પણ રોજ પૂજા કરવા આવતાં હતાં) સો વર્ષ પૂર્ણ થતાં હતાં ત્યારે, પહેલે માળે દેવાધિદેવ તીર્થંકર પરમાત્મા શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાન પાછળ ચાંદીની પિછવાઈ બનાવવાનો લાભ “પૂરબ એપાર્ટમેન્ટના સર્વે કુટુંબીજનોએ લીધેલો હવે તેમાં ડિઝાઈનમાં વિષય શું લેવો ? જુદાં જુદાં મંતવ્યો આવ્યાં પરંતુ પૂ. કાકાએ આ સવાલ બહુ સરસ રીતે સુલટાવી દીધો. અહીં પાર્શ્વનાથ પરમાત્મા સિધ્ધસ્વરૂપે બિરાજમાન છે. પરમાત્માને કેવળજ્ઞાન થયા પછી તેઓના પુન્યના રાખ્યો એ જ એમની પ્રબુધ્ધતા - એ જ એમની બહુશ્રુતતા.
નિરાભિમાન વિદ્વતા અને નિર્ભર અધ્યાત્મિકતાના માર્ગે ચાલનાર પૂ. રમણકાકા જીવનને જીવવાનો એક સુંદર આદર્શ મૂકતા ગયા છે. જેમાંનો કંઈક અંશ પણ પામી શકાય એ જ ભાવ સાથે તેમને બે હાથ જોડીને અહોભાવસહ ભાવાંજલિ અર્પ છું. તેમના આત્માને શત શત પ્રણામ........
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org