________________
૩૮૪
શ્રુત ઉપાસક રમણભાઈ
મારા વિદ્વાન સન્મિત્ર
I ડૉ. ધર્મેન્દ્ર મ. માસ્તર (મધુરમ્)
અચાનક એક સવારે મારા સાહિત્યિક બાળમિત્ર કવિ શ્રી રજનીકાન્ત દલાલના ફોન સંદેશા દ્વારા મારા સમવયસ્ક સહાધ્યાયી સન્મિત્ર પ્રિય રમણભાઈના દિવંગત થયાની જાણ થઈ ને ભારે આઘાતની લાગણીમાં ગરકાવ થઈ ગયો. શરૂઆતમાં એ માન્યું નહિ, પણ સન્મિત્ર ડૉ. કુમાર પાળ દેસાઈએ ગુજરાત સમાચારના ‘ઈંટ અને ઇમારત’માં લખેલો લેખ વાંચ્યાથી એ દુઃખદ સમાચારની ખાત્રી થવા પામી.
અને પછી ભૂતકાળમાં સરકી ગયો. રમણભાઈ વડોદરા પાસેના પાદરાના વતની અને હું ભરૂચનો વતની છતાં અમારો પરિચય મોટપણે થવા પામેલો. અમે બંને જ્યારે ઈ.સ.૧૯૫૦માં મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.ની પરીક્ષા મુખ્ય વિષય ગુજરાતીને ગૌણ વિષય સંસ્કૃત સાથે આપી ત્યારે જ આકસ્મિક રીતે અમારો પરિચય થવા પામેલો. કેમ કે ત્યારે આખા જૂના મુંબઈ ઈલાકામાં એક જ મુંબઈ યુનિવર્સિટી હતી. એ આજના સમગ્ર મહારાષ્ટ્ર ને ગુજરાત રાજ્યને આવરી લેતી હતી. એ વખતે મેં એમ.એ.નું અધ્યયન સુરતની એચ.ટી.બી. કૉલેજના અનુસ્નાતક વર્ગમાં સાક્ષર શ્રી ડૉ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને વિજયરાય વૈદ્ય તથા પ્રો. કુંજવિહારી મહેતા જેવા સન્નિષ્ઠ સારસ્વતો પાસે કરેલું ને રમણભાઈએ મુંબઈ ખાતે પ્રો. મનસુખલાલ ઝવેરી ને ઝાલાસાહેબ પાસે કરેલું.
Jain Education International
આમ છતાં, ત્યારે સંસ્કૃતમાં નિયત થયેલ પુસ્તક ‘યશસ્તિલક ચંપૂ’ અપ્રાપ્ય હતું અને તે મને ખાસ ઓળખાણ ન હોવા છતાં રમણભાઈએ સૌજન્ય દાખવીને એ ભાષાંતર સહિત મોકલી આપેલું. આવી તેમની અજાણ્યાનેય મદદરૂપ થવાની ભાવના હતી. એવા કિસ્સામાં બીજો કોઈ તો તેજો દ્વેષ રાખી મદદ ન કરે, પણ એમનામાં એ દૂરિત ભાવ નહોતો. આવા સજ્જન ને સહાયત૫૨ પરગજુ તેઓ હતા, એ તો હતા સંસારી સાધુ છતાં કુટુંબભાવના ઉત્કટ હતી.
તેમની પ્રકૃતિનું બીજું માનસ લક્ષણ તે વિનમ્રતા, એ હતા વિદ્વાન. જૈનદર્શનના અઠંગ અભ્યાસી, છતાં તેમનામાં એ અંગે જરાય અહંભાવ નહોતો. દંભનો અંચળો તેમણે ઓઢ્યો નહોતો. નિરંતર નિખાલસતાથી એ શોભતા, રાગદ્વેષ ને કપટથી એ દૂર રહેતા અને જે કોઈ એમની પાસે મૂંઝવણ દર્શાવે તો તેને માર્ગદર્શન સહર્ષ તેઓ આપતા, એમણે સાહિત્ય અને ધર્મના વિષયમાં ઘણાં
For Private & Personal Use Only
www.jainelibrary.org