________________
શ્રુત ઉપાસક રમણભાઈ આ જગતમાં કઈ હોઈ શકે ? તમે પણ આવા ઉત્તમ ભાવોથી આવી રચના કરવાનો પ્રયત્ન કરો અને ઉત્તમ ફળને પામનારા બનો. તેઓશ્રીને મળવા આવેલા સર્વેના મગજમાં આ વાત બેસી ગઈ. અલબત્ત એ પહેલાં પ.પૂ. ગચ્છાધિપતિ આ શ્રીજયઘોષસૂરિશ્વરજી મહારાજા વગેરે આચાર્ય ભગવંતોની પૂર્વ સંમતિની મહો૨ તો જરૂર હતી પણ આચાર્ય ભગવંતને પૂછવા બધા નહોતા આવેલા. જ્યારે પૂ. રમણકાકાની પાસે ‘પૂરબ’ બિલ્ડીંગના ઘણાં લોકો ગયેલા અને તેમણે તર્કબદ્ધ રીતે અમારા મગજમાં આ વાત મૂકી. આજે તો એ પિછવાઈ બની પણ ગઈ, ભગવાન પાછળ લગાવી પણ દીધી અને પ.પૂ. ગચ્છાધિપતિ આ શ્રી ચંદ્રોદય સૂરિશ્વરજી મહારાજાના શબ્દોમાં કહીએ તો ‘‘બોમ્બેમાં હજી સુધી આવી સુંદર પિછવાઈ જોઈ નથી.’’
૩૮૨
આવી સ્મરણસંદૂકમાં એક બીજો પ્રસંગ પણ સળવળે છે કે ત્રણ મહિના પહેલાં જ શ્રી હિમ્મતમલજી બેડાવાલાની ગુણસંકીર્તનિકા બહાર પડી. તે પુસ્તકમાં પણ જે ‘ગુણસંકીર્તન સમિતિ' હતી તે સમિતિને પણ પૂ. કાકા તરફથી ઘણાં જ સુંદર સલાહ-સૂચનો મળેલા. તદુપરાંત તેઓશ્રીએ પોતે પણ પ્રબુધ્ધ જીવનના ઑગસ્ટ ૨૦૦૫ના અંકમાં શ્રી હિમ્મતમલજી બેડાવાલાના ગુણસંકીર્તનનો પોતાનો અમૂલ્ય લેખ પણ છાપ્યો. કેવું ગુણાનુરાગીપણું !! આપણને બધાને ખ્યાલ છે કે આવા ગુણાનુરાગના તો તેઓએ કેટલાંએ લેખો આપ્યા છે. પાછળથી પૂ. તારાકાકી પાસેથી જાણવા મળ્યું કે શ્રી હિમ્મતમલજી ગુણસંકીર્તન સમિતિને આપેલા સલાહ - સૂચનો વ્હીલચેરમાં બેસીને આપેલા અને તેમના ૫૨ લખેલાં લેખ પણ પથારીમાં અડધું બેસીને, અડધું સૂતા સૂતા તૈયા૨ કરેલો. માણસ એક નાની માંદગીમાં પણ બહાનું કાઢીને આરામ કરે જ્યારે પૂ. કાકાએ તો તેમની પોતાની તકલીફનો જરા પણ ખ્યાલ આવવા દીધા વગર, એકદમ તો - તાજગી સાથેનું લખાણ આપ્યું. અરે ! એમણે તો તેમની જિંદગીના છેલ્લા દિવસ સુધી આ જ્ઞાનયજ્ઞ ચાલુ રાખેલો. માંદગીમાં પણ જ્ઞાનમગ્ન બનીને શરીરને ભૂલી
ગયા.
::
જ્ઞાનપ્રદાનનો જીવનયજ્ઞ છેલ્લે સુધી પ્રજ્વલિત ‘ પુદ્ગલાનંદની પ્રાપ્તિ
માટે પાપારંભ કરવા પડે છે જે કર્મબંધમાં પરિણમે છે અને વિપાકોદય વખતે દુઃખ આપનારા નીવડે છે.’’
‘સંસારના ભૌતિક સુખો તત્ત્વસ્વરૂપની દૃષ્ટિએ દુઃખ જ છે. વસ્તુતઃ ભૌતિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org