________________
શ્રત ઉપાસક રમણભાઈ
૩૫
બેરરથી બ્રિગેડિયર'
રમણલાલ ચી. શાહ
નિવેદન પાસપોર્ટની પાંખે' નામના મારા ગ્રંથમાં પ્રવાસના સ્વાનુભવના પ્રસંગોનું આલેખન વાર્તાશલીએ કર્યું હતું. તેવી જ શૈલીએ “બેરરથી બ્રિગેડિયર' નામના આ પુસ્તકમાં લશ્કરી જીવનના મારા કેટલાક અનુભવોનું આલેખન ભિન્ન ભિન્ન વ્યક્તિઓનાં રેખાચિત્રોની સાથે ગૂંથી લીધું છે. મારા મિત્ર અને “નવનીત -સમર્પણ'ના તંત્રી શ્રી ઘનશ્યામ દેસાઈના પ્રેમભર્યા આગ્રહને પરિણામે જેમ પાસપોર્ટની પાંખે'ના પ્રસંગો “નવનીત' માટે લખાયા તેમ આ પ્રસંગો પણ નવનીત' માટે લખાયા છે. આમાંનાં બે રેખાચિત્રો “જન્મભૂમિ પ્રવાસી'માં શ્રી હરીન્દ્ર દવેએ પ્રગટ કર્યા છે. એ બંને મિત્રોના પ્રેમભર્યા આગ્રહ માટે ઋણી છું.
મારા ભૂતકાળના જીવન ઉપર આજે જ્યારે દષ્ટિપાત કરું છું ત્યારે કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે કામ કરવાની સાથે સાથે વિદ્યાર્થીઓને લશ્કરી તાલીમ આપવા માટે હું એન. સી. સી. માં જોડાયો હતો એ ઘટના મારે માટે એક સ્વપ્ન સમાન લાગે છે. કેવા હતા એ દિવસો! કેવો હતો એ તરવરાટ! કેવા હતા એ વિલક્ષણ અનુભવો! તેમાં પણ લશ્કરી મથકોમાં સૈનિકો અને ઑફિસરો સાથે ગાળેલા એ દિવસો એટલે જાણે એક જુદી જ દુનિયાના અનુભવો !
ઈ. સ. ૧૯૫૧ના માર્ચ, એપ્રિલ, અને મે એ ત્રણ મહિના માટે લશ્કરી તાલીમ લેવા માટે બેલગામમાં પાંચમી મરાઠા લાઈટ ઈન્ફન્ટ્રીના સેન્ટરમાં જવાનું થયું હતું. ચોવીસ વર્ષની ત્યારે મારી ઉંમર હતી. શરીર સશક્ત અને ખડતલ હતું. આમ છતાં બેલગામની લશ્કરી તાલીમ મને ઘણી જ કપરી લાગી હતી. ત્રણ મહિનાની તાલીમ દરમિયાન મારું વજન દસ કિલો જેટલું ઘટી ગયું હતું. જો કે અમારી શક્તિ-સ્તુર્તિ ઘણી વધી ગઈ હતી. તો પણ તાલીમ લેવા આવેલા બધા જ પ્રોફેસરોને આ લશ્કરી તાલીમ ધાર્યા કરતાં વધુ સખત લાગતી હતી. અમે કોલેજના અધ્યાપકો લશ્કરી ઑફિસરોના તોછડા અને અપમાનજનક વ્યવહારથી પણ બહુ દુભાયા હતા. એટલે માનસિક રીતે પણ શરૂઆતમાં અમે એક પ્રકારનો સંતાપ અનુભવ્યો હતો. ત્રણેક અધ્યાપકો તો થોડા દિવસમાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org