________________
૩૪
ચુત ઉપાસક રમણભાઈ
હતી.
દેશને આઝાદી મળ્યાને ચાર દાયકા વીતી ગયા. ગાંધીજીની અસર પ્રજામાંથી આટલી ઝડપથી ચાલી જશે એવી ત્યારે કલ્પના નહોતી. સમગ્ર દેશ માટે એક રાષ્ટ્રભાષા હિંદુસ્તાની, માતૃભાષા દ્વારા શિક્ષણ, ખાદી, ગ્રામસફાઈ, પ્રોઢશિક્ષણ, દારૂબંધી, ગામડાંના લોકોની રોજગારી, જાહેર જીવનમાં સાદાઈ અને પ્રામાણિકતા, ત્યાગ અને સ્વાર્પણની ભાવના-ગાંધીજીએ ચીંધેલા એવા બધા રચનાત્મક કાર્યક્રમોમાં આઝાદી પછી ભરતી આવવાને બદલે ઘણી મોટી ઓટ આવી ગઈ, હવે એવી ભરતી ફરી ક્યારે આવશે? ગાંધીજી જેવી રાષ્ટ્રવ્યાપી નેતાગીરી દેશને ફરી ક્યારે સાંપડશે?–એવા એવા પ્રશ્નો ઉત્તર વગરના હજુ પડી રહ્યા છે.
હું જમી રહ્યો ત્યાં સુધી એણે મારી સંભાળ રાખ્યા કરી. કોઈ કોઈ વાનગી ખાવા માટે પ્રેમથી આગ્રહ કરતો. જમીને ઊભા થતાં મેં એનો ફરીથી આભાર માન્યો. વેઈટર વૃદ્ધ હતો. માતાના જેવા વાત્સલ્યથી એણે મને ખવડાવ્યું. એણે મને કહ્યું, “શાકાહારીઓ પ્રત્યે, તેમાં પણ ભારતીય શાકાહારીઓ પ્રત્યે ખૂબ આદર અને પ્રેમ છે. કોઈ કોઈ વખત આ હૉટલમાં તેવા મુસાફરો આવે છે, ત્યારે મને તેમને પીરસવામાં બહુ આનંદ આવે છે.”
દુનિયામાં નિયમો તો બધે હોય છે, પરંતુ ક્યારેક નમ્રતા, પ્રેમ, વાત્સલ્ય, આદરભાવ માણસને જડ નિયમોથી પર. બનાવી દે છે.
રમણલાલ ચી. શાહ (‘પાસપોર્ટની પાંખે'માંથી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org