________________
૫ ૨ ૨
શ્રુત ઉપાસક રમણભાઈ
રમણભાઈ શાહના વિરાટ વ્યક્તિત્વ વિશે ઘણું કહી શકાય અને જેટલું બોલીએ એટલું ઓછું પડે. સિત્તેર વર્ષની વયે તેઓ સંઘના પ્રમુખ તરીકે નિવૃત્ત થયા, પણ મને હંમેશાં તેમનું માર્ગદર્શન મળતું રહ્યું છે. મને તેઓ પાસેથી પિતા, મોટાભાઈ અને મિત્ર સહિત બધાં જ રૂપે પ્રેમ અને માર્ગદર્શન મળ્યાં છે. મને અસંખ્ય પ્રશ્નોના જવાબ તેમની પાસેથી મળ્યાં છે. એમના “પાસપોર્ટની પાંખે' પુસ્તકના વિકલાંગ વાંચકે તેમને પત્ર લખીને આભાર માન્યો હતો, તે વાચકને મળવા તેઓ ગુજરાતના નાનકડા ગામડામાં ગયા હતા. તેમની પાસેથી મને કલ્પના બહારનું જ્ઞાન અને જાણકારી મળ્યા હતા. તેમના માટે શ્રદ્ધાંજલિ શબ્દ વાપરતા મારું રૂવાડું ધ્રુજી જાય છે.'
સંઘના ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શાહે જણાવ્યું હતું કે, “ડૉ. રમણલાલ શાહ વંદનીય સંતપુરુષ હતા. તેમની પાસેથી મને ઘણું જ્ઞાન અને અનેક પ્રશ્નોના ઉકેલ મળ્યાં છે. તેમની સાથે કામ કરવાનું સદ્ભાગ્ય મને મળ્યું હતું. પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન પછાત પ્રદેશની સંસ્થાને આર્થિક મદદ કરવા માટે એવી સંસ્થાની તપાસ માટે અમે ગુજરાતના ઘણાં ગામડાંઓમાં સાથે ફર્યા છીએ. આવી સંસ્થાઓને આર્થિક મદદ માટે કોઇની પાસે રકમ માગવી નહિ કે કોઇને આગ્રહ ન કરવો એવો એમનો નિયમ હતો, અને આશ્ચર્ય વચ્ચે માતબર રકમ એકઠી થતી અને આજ સુધી લગભગ અઢી કરોડની રકમ ૨૧ સંસ્થાઓ સુધી પહોંચી છે અને આ બધી સંસ્થાઓએ આજે સંતોષકારક પ્રગતિ કરી છે. કેટલીક તો વટવૃક્ષ જેવી વિશાળ બની છે. પૂ. રમણભાઇનો આત્મા જ્યાં હશે ત્યાં અમને દોરવણી આપતો રહેશે એવી મને શ્રદ્ધા છે.”
સંઘના મંત્રી નિરુબહેન શાહે જણાવ્યું હતું કે “ડૉ. રમણલાલ શાહના નિધનના સમાચાર સાંભળીને મન વિષાદથી ભરાઈ જાય છે. દેહાવસાન છતાં લોકોના દિલોમાં તેમની યાદ જીવંત છે. તેમણે અનેક કરુણા પ્રકલ્પો વડે “સંઘ'ને નવી દિશા આપી છે. તેમની વાતોમાં ક્યારેય ફરિયાદી સૂર નહોતા. તેમના નિધનથી ધરતીએ પનોતા પુત્ર ગુમાવ્યો છે.'
ડૉ. રમણભાઈ શાહના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કરનારા પૂ. શ્રી રાકેશભાઈ ઝવેરીનો સંદેશ વાંચી સંભળાવતા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ધરમપુરના મેનેજિંગ ટ્રસ્ટી મહેશ ખોખાણીએ જણાવ્યું હતું કે “ભાષા અને સાહિત્ય તેમ જ ધર્મ અને સમાજના પ્રેમી ડૉ. રમણલાલ શાહ આપણી વચ્ચે ઉપસ્થિત નથી પણ સગુણોની સુવાસ આપણી વચ્ચે લાંબા સમય સુધી રહેશે. અસાધારણ વિદ્વાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org