________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૫૨૩
અને વયોવૃદ્ધ છતાં વિનોદ સાથે સંબંધ, કુશળ વક્તા અને સાધક તેમ જ વિદ્યાર્થીપ્રિય શિક્ષક હતા. સ્વભાવ અને ભાષાની સાદગીને કારણે જ મેં તેમને પીએચ.ડી. માટેના માર્ગદર્શક બનાવવાનું નક્કી કર્યું હતું. સાત વર્ષ સુધી મને એઓશ્રી સાથે વિદ્યાવ્યાસંગ કરવાની તક મળી હતી. સરળતા, હળવાશ ને વાત્સલ્યની તેઓ જાણે મૂર્તિ હતા.'
સાયલાના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના ટ્રસ્ટી મીનલબહેન શાહે જણાવ્યું હતું કે ‘ડૉ. રમણભાઈ અને તારાબહેન ઉચ્ચ વિચારો, જિનેશ્વર ભગવાન પ્રત્યેનો ઉચ્ચ પ્રેમ, દંભ વિનાનું જીવન અને મિલનસાર સ્વભાવ ધરાવતા હતા. તેમની વિદ્વતાનો ભાર કોઇને લાગ્યો નથી. ગુણોનો ભંડાર છતાં લઘુતામાં તેઓ જીવતા હતા. મારા પિતા સમાન લાડકચંદ વોરા અંગેના પુસ્તક તૈયા૨ ક૨વાના કામથી તેઓ આશ્રમ આવતા હતા. ત્યારપછી ઉપાધ્યાય યશોવિજયજી લિખિત ‘અધ્યાત્મસાર’ અને ‘જ્ઞાનસાર' પુસ્તકોનો અનુવાદ અને ભાવાર્થ તૈયા૨ કર્યા. ડૉ. રમણભાઈ શાહના જીવનની તે અતિ મહત્ત્વની કામગીરી હતી. ‘પાસપોર્ટની પાંખે' નહીં પણ સત્કર્મ અને સત્કાર્યની પાંખે ઉડતા ડૉ. રમણભાઈના આત્માએ હવે નવું કાર્ય આરંભ્યું હશે.’
ડૉ. રમણલાલ શાહના પુત્ર ડૉ. અમિતાભ શાહે અંગ્રેજીમાં પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે ‘મારા પિતા ખૂબ જ સાદી વ્યક્તિ હતા. આમ છતાં જીવનમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી હતી. તેમના મૃત્યુનો શોક કરવાને બદલે આપણે તેમના જીવનને ઉજવવું જોઇએ. અમેરિકાના બગીચામાં લખેલું હોય છે કે તમારા પગલાની છાપ છોડી જાવ અને તસવીરો સાથે લઈ જાવ. પ્રવાસના શોખીન મારા પિતા કહેતા કે સંસ્મરણો અને અનુભવ લઇ જાવ અને ગુડવીલ છોડી જાવ. સુરતમાં એકવાર પુસ્તકાલયની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણીમાં અતિથિવિશેષ તરીકે જવાનું થયું પણ પહેલા મારા પિતા, મેં અને યજમાને હૉલમાં ઝાડું કાઢ્યું, બેઠકો ગોઠવી, પુષ્પાહાર તૈયાર કર્યા પછી કપડાં બદલવા ધર્મશાળામાં ગયા. તેમને કોઈ કામ કરવામાં નાનમ લાગતી નહોતી. તેઓ ચેસ, પત્તા, સ્વીમિંગ, સાઇકલીંગ અને ક્રિકેટ સારું રમતા હતા. બહુ ઓછા જાણે છે કે તેઓ સારા બોલર હતા. મને બીજગણિતના અમુક કોયડા શીખવ્યા હતા તે આજે પણ મને કામ આવે છે. બાળકો સાથે તેઓ બાળક જેવાં થઇને આનંદ માણતા અને સાથે સુસંસ્કારોનું સિંચન પણ કરતા.’
ડૉ. શાહનાં દીકરી શ્રીમતી શૈલજાબહેને જણાવ્યું હતું કે ‘તેઓ માત્ર મારા પિતા જ નહીં પણ ગુરુ, માર્ગદર્શક અને પરમમિત્ર પણ હતા. સાથે ધર્મના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org