________________
શ્રત ઉપાસક રમણભાઈ
૫
૨ ૧
ડૉ. રમણલાલ ચી. શાહ પ્રાર્થના અને
ગુણાનુવાદ સભા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ભૂતપૂર્વ પ્રમુખ, સંઘ યોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખ અને ‘પ્રબુદ્ધ જીવન'ના તંત્રી ડૉ. રમણલાલ ચી. શાહનો તા. ૨૪-૧૦-૨૦૦પના દેહવિલય થતાં, મુંબઇના પાટકર હૉલ, મરીન લાઈન્સમાં તા. ૨૭-૧૦-૨૦૦૫ના સાંજે પ થી ૭ શ્રી મુંબઈ જેને યુવક સંઘ અને ચીમનલાલ અમૃતલાલ શાહ પરિવાર તરફથી પ્રાર્થના સભા અને ગુણાનુવાદ સભાનું આયોજન થયું હતું.
પ્રારંભમાં એક કલાક પ્રસિદ્ધ ગાયક કલાકાર શ્રી કુમાર ચેટરજીએ મીરાં, આનંદઘનજી વગેરેના ભાવભર્યા પદો અને ભજનો પ્રસ્તુત કરી પોતાના ભાવવાહી સ્વર અને સંતોના શબ્દથી વાતાવરણમાં સાત્ત્વિકતા પ્રસરાવી હતી.
ભજન-પ્રાર્થના પછી પ્રારંભમાં ત્રિશલા ઇલેકટ્રોનિકે સાચવી રાખેલ ડૉ. રમણભાઈ શાહના પ્રવચનના શબ્દધ્વનિ સંભળાવ્યા હતા અને પડદા ઉપ૨ ડો. રમણભાઈ શાહના વિવિધ ફોટો સ્લાઇડ સાથે દર્શાવ્યા હતા.
શ્રી ચેતનભાઈ શાહે આચાર્ય પૂ. યશોદેવ સૂરિશ્વર મહારાજના શ્રદ્ધાંજલિ સંદેશાનું વાચન કર્યું હતું.
ગુણાનુવાદની સભાનું સંચાલન કરતા સંઘના મંત્રી ડૉ. ધનવંત શાહે પ્રારંભમાં કહ્યું હતું કે “આજ સ્થળે છેલ્લા ચાર-પાંચ વર્ષથી ડો. રમણલાલ શાહ વ્યાખ્યાનમાળાના પ્રમુખસ્થાને બિરાજતા હતા અને આજે એ જ સ્થાને એમની છબી મુકતાં અમે–આપણે સર્વે અસહ્ય વેદના અનુભવીએ છીએ. પૂ. રમણભાઈ હંમેશાં કહેતા કે પ્રત્યેક પળે, પ્રત્યેક સત્યનો સ્વીકાર કરીએ તો વેદના કે આનંદ સત્ય અને સુંદર બને છે. આજે આપણે આ સત્યને સ્વીકારવું જ પડે છે. ડૉ. રમણભાઈ સાચા શ્રાવક અને વૈષ્ણવજન હતા. આજે અમારા માથેથી તો છાપરું નહિ આખું આકાશ ખસી ગયું હોય એમ લાગે છે. તેઓશ્રીના ગુણોને આપણે ઘરે લઈ જઇએ એ જ એઓશ્રી પ્રત્યેની સાચી શ્રદ્ધાંજલિ. એઓશ્રીના જીવન અને સર્જનમાં પૂરી એકરૂપતા હતી. આવી ઋષિતુલ્ય વ્યક્તિ ભાગ્યે જ જન્મે છે.'
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી રસિકભાઈ શાહે કહ્યું હતું કે ડો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org