________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૩ ૧૩.
વિધાર્થીવત્સલ, પ્રાધ્યાપકોના પ્રાધ્યાપક
| પ્રા. અશ્વિન હ. મહેતા (અધ્યાપક-ગુજરાતી વિભાગ, મીઠીબાઈ કૉલેજ) ૧૯૭૪-૭૫ ની સાલ, મુંબઈ યુનિવર્સિટીના એમ.એ.ના ગુજરાતીના વર્ગમાં રમણાભાઈ મધ્યકાલીન જૈન સાહિત્યરચના ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ કૃત ‘જબૂસ્વામી રાસ” ભણાવતા. આ પુસ્તકના સંપાદક તરીકે રમણભાઈનું નામ વાંચીને મુગ્ધતાથી મનમાં અહોભાવ જાગેલો. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજની સ્વહસ્ત લિખિત પ્રતને આધારે તેની વાચના આપવા ઉપરાંત રમણભાઈએ કર્તાના સમગ્ર જીવન-કવનનો તથા સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતીમાં જંબૂસ્વામી વિશે લખાયેલી કૃતિઓનો પરિચય તથા હસ્તપ્રતની વિસ્તૃત અને વિશદ સમાલોચના આપી હતી. પુસ્તક વાંચતાં તેમાં રમણભાઈની મૂળગામી અને મર્મગામી સંશોધક-સંપાદનની દૃષ્ટિ અને સૂઝનો પરિચય થયેલો. કેટલી ખેતભરી ઝીણવટ અને ઉદ્યમશીલતાથી તેમણે આ મધ્યકાલીન રચનાનું સંપાદન કર્યું હતું. ધૂળધોયાની ધૃતિવંત અને દૃષ્ટિમંત નિષ્ઠા વગર આવાં સુસજ્જ સંપાદનો ક્યાંથી સંભવે ?
શ્રી રમણભાઈ પાંડિત્યના કશા ભાર વગર ભણાવે; તેથી વિદ્યાર્થી સહજતા અને સરળતાથી તેમની વાતોને સાંભળે-સમજે. ભાષામાં, વસ્તૃત્વમાં કે વ્યક્તિત્વમાં લગારે આડંબર જોવા ન મળે. સૌમ્યતા અને શાલીનતા એમના અવાજમાં ઝળકે; ક્યારેક વર્ગમાં હળવી રમૂજ કરી લેતા, તેમાં એમની લાક્ષણિક વિનોદરસિકતા ડોકાતી. એ દિવસોમાં એમ.એ.ના વર્ગો કે.સી. કોલેજમાં લેવાતા. લેક્ટર પૂરા થાય પછી વિદ્યાર્થીઓ સાથે કોલેજની બહાર મૈત્રીભાવે રસ્તા પર અનૌપચારિક ગોષ્ઠિ ચાલતી. દરેક વિદ્યાર્થીનું નામ દઈને બોલાવે. મને પત્રકારત્વમાં રસ હતો એટલે એ દિવસોમાં સ્વ. શ્રી ચન્દ્રવદન શુકલ સંપાદિત ‘વિરાટ જાગે' સાપ્તાહિકમાં સહતંત્રીપદે કામ કરતો હતો. શ્રી રમણભાઈ વાત વાતમાં પત્રકાર તરીકેની “સાંજ વર્તમાન” અખબારની તેમની કારકિર્દીની વાતો કહીને પ્રોત્સાહિત કરતા. ગુજરાતી વિભાગમાં દર વરસે તેઓ અધ્યાપક-વિદ્યાર્થી મિલન સમારંભનું આયોજન કરતા. તેમાં વરિષ્ઠ અધ્યાપકો પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org