________________
૩૧૪
શ્રુત ઉપાસક રમણભાઈ અભ્યાસ-નિબંધનું વાચન કરતા, સાહિત્ય ચર્ચા થતી અને પછી સૌ સાથે મળીને જમતા. આવી પ્રસન્નતા અને આત્મીયતાપ્રેરક પરંપરા તેમણે સ્થાપેલી. વિદ્યાર્થીઓ સાથેની પિકનિકમાં રમણભાઈ હળવાફૂલ થઈ જતા અને રમૂજી ટૂચકાઓ અને કાવ્ય પંક્તિઓની રસલહાણ લૂંટાવતા.
હજી ગયા વરસે, બોરીવલીના જૈન દિગંબર દેરાસરની સામે શાંતિનગર સભાગૃહમાં “શ્રી જૈન યુવા સંઘે” એક મિટિંગમાં જૈન મુનિવરની ચરિત્ર-પુસ્તિકાનો લોકાર્પણ સમારંભ યોજેલ. મુ. શ્રી રમણભાઇના વરદ્ હસ્તે પુસ્તિકાનું વિમોચન થયું. મારે પ્રવકતાની કામગીરી બજાવવાની હતી. કાર્યક્રમ પૂરો થયા પછી તેમની પ્રેરક પીઠથાબડ તો મળી. મુંબઈમાં સાંસ્કૃતિક, સાહિત્યિક, શૈક્ષણિક અને સામાજિક સમારંભોમાં છેલ્લા બે દાયકાથી સંચાલક તરીકે જે કામગીરી બજાવું છું તેને પ્રશંસાવચનોથી પ્રોત્સાહિત કર્યો એ છોગામાં...પ્રોગ્રામ પૂરો થયા પછી મેં આગ્રહ કર્યો એટલે મારા ઘરે આવ્યા અને પ્રેમાળ વડીલની જેમ ઘરના બધા સભ્યોને મળ્યા. ગયા વરસે શ્રી મુંબઈ જેન યુવક સંઘની સુપ્રતિષ્ઠિત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં “ભક્તિની ભાગીરથી' વિશે મારું વ્યાખ્યાન ગોઠવીને મારા ગુરુજનો શ્રી રમણભાઈ અને પ્રો. ડૉ. ધનવંતભાઈ શાહે મને સંઘનો અને શ્રોતાઓ–ગુણીજનોનો ઋણી કર્યો એમ લાગે છે. મુંબઈની કૉલેજોમાં અધ્યાપન કરતા ગુજરાતી પ્રાધ્યાપકોની બે પેઢી સદ્ગત શ્રી રમણભાઈના હાથ નીચે તૈયાર થઈ છે. પાર્લાની મીઠીબાઈ કૉલેજમાં ૨૫ વર્ષોથી ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપનકાર્ય કરતાં, સ્મૃતિશેષ થયેલા ગુરુવર્ય શ્રી રમણભાઇને નત મસ્તકે નિવાપાંજલિ આપતાં ઉર્દૂ શાયરની પંક્તિઓ સાંભરે છે :
કુછ ઔર ભી સાંસ લેને કો મજબૂર સા હો જાતા હૂં મેં, જબ ઈતને બડે જહાં મેં ઇન્સાન કી ખુશબૂ પાતા હૂ મેં..
* * *
જન્મ-મૃત્યુ, જરાવ્યાધિ આ બધા અનંત ચક્રમાં તો પ્રત્યેક માનવી સપડાયેલો જ હોય, પરંતુ આ ચક્રમાંથી પસાર થતાં થતાં પણ જે વ્યક્તિ માનસિક સમતુલા સાચવે અને વૈચારિક સંવાદ સાધે તેણે માનવજીવન સાર્થક કર્યું કહેવાય. શ્રી રમણભાઈ એ આવી વ્યક્તિ હતા.
બૈર્યબાળા વોરા, મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org