________________
ભુત ઉપાસક રમણભાઈ
૩૧૫
સ્મૃતિ સુમન....ભાવવંદન
I હેમાંગિની જાઈ “જેમ જિનશાસન રત્નત્રયી સંપન્ન છે તેમ શ્રી મુંબઈ જેન યુવક સંઘ તેજસ્વી ત્રિરત્નોથી શોભાયમાન છે. પુણ્યશ્લોક શ્રીયુત પરમાનંદભાઈ કાપડિયા, ચિરકીર્તિ શ્રીયુત ચીમનલાલભાઈ ચકુભાઈ શાહ અને સાક્ષરવર્ય સારસ્વત શ્રીયુત રમણલાલભાઈ શાહ. યોગાનુયોગ એ છે કે દેવકૃપાએ સભાગ્યે આ ત્રણેય મહારથીઓના પ્રત્યક્ષ પરિચયમાં આવી. ત્રણેય મને પ્રોત્સાહન આપ્યું. ત્રણેય મહાનુભાવો પ્રબુદ્ધ જીવન'માં પ્રકાશિત મારા લેખોના પ્રેરણાસ્ત્રોત બની રહ્યા.”
...સાંભરે છે, આજે, મારા ઉગારો મુ. શ્રી રમણલાલભાઈની નિશ્રામાં, શ્રી મુંબઈ જેન યુવક સંઘ આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં મારા પ્રવચન વેળા ઉચ્ચારેલા...શ્રોતામિત્રોએ આશ્ચર્યભાવ/અહોભાવથી આવકારેલા.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને તેના લબ્ધપ્રતિષ્ઠા મુખપત્ર “પ્રબુદ્ધ જીવનની એક વિશિષ્ટ અને વિલક્ષણ પરંપરા છે. સામાન્યતઃ જાહેરખબરો સામયિકની જીવાદોરી હોય છે. પરંતુ સામયિકની સ્વતંત્રતા, તટસ્થતા અને નિર્ભિકતા જોખમાય નહીં, કોઈ શ્રીમંતની શેહશરમમાં તણાવું પડે નહીં માટે જાહેરખબરોને તિલાંજલિ આપી સામયિકનું અસ્તિત્વ ખુમારીથી ટકાવી રાખવું એ સામયિકોના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ઘટના છે.
આવી ભવ્યોદાત્ત પરંપરા ધરાવતા એવં સાત્ત્વિક ચિંતનાત્મક વૈચારિક સાહિત્યથી ઓપતા પ્ર. જી. માં મારા લેખો મુ. શ્રી ચીમનલાલભાઈ ચકુભાઈ શાહે સ્વીકાર્યો. એમના જ તા. ૭-૮-૧૯૮૦ના હસ્તલિખિત પત્રમાંથી અવતરણ ટાંકું
તમારા લેખો વાંચું છું. સારા હોય છે. વિચારો હોય તો ભાષા આવી મળે છે.' એમની કક્ષાના તટસ્થ તંત્રીના આ શબ્દો જીવનની મહામૂલી મૂડી છે. તત્પશ્ચાતુ ડૉ. શ્રી રમણલાલભાઈ શાહે મારા લેખો આવકાર્યા તો ખરા અપિતુ મઠાર્યા પણ ખરા. શ્રુતજ્ઞાનના આ પરમ ઉપાસકે મારા લેખોમાં ખૂટતી પૂરક માહિતી ઉમેરી મારા લેખો/વિચારોને સમૃદ્ધ કર્યા. એ સૌજન્યશીલ સરસ સારસ્વત શ્રી રમણભાઇને કેમ કરી વિસારી શકું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org