________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૧૦૩
જ્ઞાનસાર' બન્નેના સંસ્કૃત શ્લોકોના ગુજરાતી અનુવાદ અને વિશેષાર્થ તેમણે અત્યંત સરળ ભાષામાં લખ્યા. બન્ને પુસ્તકો સાયલા આશ્રમમાં, અન્યત્ર અને વિદેશોમાં બહુ વંચાય છે. જૈન ધર્મપ્રેમીઓ, અભ્યાસીઓ અને સાધુ-સાધ્વીઓ તરફથી તેની ઘણી માગ છે. આ બે કૃતિઓ રમણભાઈએ લખેલા જૈન સાહિત્યમાં શિરમોર સમાન છે. બન્ને ગ્રંથોના લેખનને કારણે તેમનું દર્શન વધુ સ્પષ્ટ થતું ગયું, વિકસતું ગયું. જ્ઞાનસાર લખતાં છેલ્લે છેલ્લે તેમની તબિયત થોડી કથળી. પરંતુ તબિયતને કેટલેક અંશે અવગણીને પણ કામ નિશ્ચયપૂર્વક પૂરું કરવા તેમણે પુરુષાર્થ કર્યો. સદ્ભાગ્યે “જ્ઞાનસાર સમયસર પૂરું થયું, છપાયું અને તેમની હાજરીમાં જ તેનું વિમોચન થયું અને આશ્રમમાં વંચાવું પણ શરૂ થઈ ગયું. સારું અને ઉત્કૃષ્ટ લેખન થાય તેને માટે બહુ સભાન હતા. પોતાના લખાણનું મુફ જાતે તપાસ્યા પછી પહેલાં પૂરા લખાણની થોડી કોપી કરાવી આ વિષયના જાણકાર કેટલાક વિદ્વાનોને, સાધુ મહારાજોને અને સંસ્કૃત ભાષાના વિદ્વાનને વાંચીને જરૂરી સુધારા માટે મોકલી આપતા. દરેકની સુધારેલી કોપી મંગાવી તેમાંથી પોતાને અનુકૂળ સુધારા સ્વીકારી, મૂળ લખાણને અંતિમ સ્વરૂપ આપીને છપાવતા. તેમના આ કાર્યમાં પૂ. ઉપાધ્યાય યશોવિજયજી પ્રત્યે આદર, બને તેટલું ઉત્તમ કામ કરવા માટેની તેમની ચીવટ અને સાથે સાથે તેમનાં નિરાભિમાનપણાના દર્શન પણ થાય છે. તેઓ પોતાના પુસ્તકના વિમોચન કદી કરાવતા નહિ. પરંતુ આશ્રમ તરફથી પ્રગટ થયું હોવાથી તેમણે તે થવા દીધું. આ ગ્રંથો મારા માટે મૂલ્યવાન આભૂષણો છે. સોનાનાં આભૂષણો તો પહેરીએ ત્યારે ઘસાય, ઝાંખા થાય, તૂટી જાય પરંતુ આ પુસ્તકો જે વાંચશે, સમજશે તે પોતાના અંતરથી ઊજળા થશે.
રમણભાઈ સાધુ-સાધ્વીજી પ્રત્યે ખૂબ માન ધરાવતા. તેમણે નવકારમંત્રનાં પદો પર અભ્યાસપૂર્ણ લેખો લખ્યા છે તેથી સાધુ-સાધ્વીનાં ત્યાગ અને તપનું મહત્ત્વ તે જાણતા. જ્યાં જાય ત્યાં શક્ય હોય તો એ સ્થળે સાધુ-સાધ્વીના દર્શન કરવા જાય. “પ્રભાવક સ્થવિરો' નામના તેમના પુસ્તકમાં ઓગણીસમા અને વીસમા શતકના બધા ફિરકાના મહાન તેજસ્વી સાધુ-સાધ્વીનાં, ગચ્છભેદ કે પંથભેદ રાખ્યા વિના, તેમના વિશે મળતું સાહિત્ય કે માહિતીનો અભ્યાસ કરીને ચરિત્રો લખ્યાં. તેમની શક્તિ, સાધના અને વિશેષતાઓને સમજવા તેને અનુરૂપ પ્રસંગોનું તેમણે આલેખન કર્યું. આ ચરિત્રો વાંચીને આનંદ વ્યક્ત કરતા તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org