________________
૧૦૨
શ્રત ઉપાસક રમણભાઈ બધા જ મુદ્દાને આવરી લે તે રીતે શાસ્ત્રીય અવતરણો આપીને વિગતે લેખ લખે. સમન્વય એ તેમના લખાણોનું મહત્ત્વનું લક્ષણ છે. વિરોધી વિધાનોમાં પણ અવિરોધ પ્રગટે તેવી રીતે સમન્વય કરતા. કેટલા બધા અને કેટલા મહત્ત્વના વિષયો પર તેમણે લખ્યું છે તે “જિનતત્ત્વ'ના આઠ ભાગની વિષય સૂચિ અને સાંપ્રત સહચિંતનના ૧૬ ભાગની વિષય સૂચિ જોઈએ ત્યારે જ ખ્યાલ આવે. એટલા માટે જ પરદેશમાં પણ અભ્યાસીઓ નાના નાના જૂથમાં મળે ત્યારે સ્વાધ્યાય અર્થે આ પુસ્તકો વાંચે છે. આ લખાણો જૈન ધર્મના અભ્યાસીઓ, ધર્મપ્રેમીઓ, વિદ્વાનો તેમ જ સાધુ સમુદાયમાં ખૂબ વંચાય છે.
પુદ્ગલ પરાવર્ત” અને “નિગોદ' જેવા સમજવા બહુ અઘરા એવા તાત્વિક વિષયો પર તેમણે લેખ લખ્યા. મેં તેમને કહ્યું કે બહુ ઓછા લોકો આ વાંચશે, સમજશે. પરંતુ અમે બન્નેએ વિચાર કર્યો કે બધા જ સમજી શકે તેવો આગ્રહ રાખીએ તો આવા વિષયો પર લખાય જ નહિ. માટે અઘરા અને ઓછા ખેડાયેલા વિષયો પર પણ લખવું. તેને અધિકારી વર્ગ કે જ્ઞાનપિપાસુ વર્ગ તો વાંચશે. વળી લખનારને તો જરૂર લાભ થાય. વારંવાર મનન કરવાથી વિચારની સ્પષ્ટતા થાય અને અન્ય વાંચનાર તરફથી વિશેષ માર્ગદર્શન મળે એ ઘણો મોટો લાભ છે. અમારા આશ્ચર્ય વચ્ચે કેટલાય લોકોના ફોન આવ્યા કે ઘણા વખતથી નિગોદ જેવા વિષય માટે જાણવાની જિજ્ઞાસા હતી તે સંતોષાઈ છે. પ્રકાશભાઈ શાહે ફોન કરી કહ્યું કે મેં એ લેખ છ વાર વાંચ્યો. કેટલાક પોતાના પત્રમાં લખે છે કે પ્રબુદ્ધ જીવનનો અગ્રલેખ તેઓ નિયમિત વાંચે છે. આ લખાણોને કારણે પરદેશમાં પણ “પ્રબુદ્ધ જીવન'ના વાંચકની અને ગ્રાહકની સંખ્યા વધતી જાય છે.
જૈન ધર્મના લેખો માટે ૧૯૮૪ માં તેમને શ્રી વિજયધર્મસૂરિ સુવર્ણચંદ્રક અને ૨૦૦૨ માં “સમદર્શી આચાર્ય હરિભદ્રસૂરિ સુવર્ણચંદ્રક મળ્યો.
રમણભાઈ મહાન લેખકની કૃતિનો અનુવાદ કરે ત્યારે એ શરૂ કરતાં પહેલાં લેખકને પ્રણામ કરે, તેમની સ્તુતિ કરે પછી લખવાનું ચાલુ કરે. ઉપાધ્યાય યશોવિજયજીની કૃતિનો અનુવાદ કરતાં પહેલાં ઉપાધ્યાયજીને પ્રણામ કરે. ઘણીવાર રમણભાઈ કહેતા કે હું જાણે ઉપાધ્યાયજીના સાન્નિધ્યમાં હોઉં, તેમની છત્રછાયામાં હોઉં અને તે મને પ્રેરણા આપતા હોય તેવો અનુભવ મને થાય છે. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સાયલાના પ્રણેતા પૂ. લાડકચંદભાઈ વોરા-બાપુજીના કહેવાથી ઉપાધ્યાય યશોવિજયજીની બે મહાન કૃતિઓ “અધ્યાત્મસાર' અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org