________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૧૦૧
ત્યાં બેઠેલા પ્રસિદ્ધ હાસ્યલેખકોએ પણ તેમને અભિનંદન આપ્યા. ઓલ ઇંડિયા રેડિયો મુંબઇએ રમણભાઈનું આખુંય વક્તવ્ય ગુજરાતી કાર્યક્રમમાં પ્રસારિત કર્યું.
કોઈ પણ સભામાં જ્યારે જ્યારે તક મળે ત્યારે કોઈ ભારેખમ વિષય વિશે બોલતી વખતે તેઓ શરૂઆતમાં જ કોઈ રમૂજ કરી વાતાવરણને જાગૃત અને હળવું બનાવી દેતા. રમૂજવૃત્તિને લીધે ભારેખમ લખ્યાનો ભાર તેમને વર્તાતો નહિ અને તે શાંતિથી વાંચી, વિચારી ઝડપથી લખી શકતા.
રમણભાઈને તેમના બાળપણથી ધર્મના સંસ્કાર મળ્યા તે તેમણે જીવનનાં દરેક ક્ષેત્રે સાચવ્યા. અધ્યાપનકાળ દરમિયાન અને જીવનનાં પછીનાં વર્ષોમાં પણ અધ્યયન અને લેખન માટે તેમણે સમયનો સદુપયોગ કર્યો. સતત લખતા રહ્યા. તેઓ સંપૂર્ણપણે સ્વાવલંબી હતા. લખાણ માટે પુસ્તકો શોધવાનું, સંદર્ભો જોવાનું, લખવાનું બધું કામ જાતે કરતા. ઘરની વિશાળ લાયબ્રેરીમાં પુસ્તકોનાં નામ, લેખકોનાં નામ અને વિષયોની તેમને જાણકારી અનન્ય હતી. તેમની સમજશક્તિ, ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિ પ્રશસ્ય હતી. તેમની કાર્યશક્તિ અને વ્યવસ્થાશક્તિ પણ અનોખી હતી. એકલા હાથે એક સાથે ચાર-પાંચ કામ કરી શકતા. રાઇટિંગ ટેબલ પર “પ્રબુદ્ધ જીવન'ના લેખની તૈયારી, એક હીંચકા પર જ્ઞાનસારના જેવા પુસ્તકોના અનુવાદના પાનાં પડ્યાં હોય, સોફા પર જરૂરી સંદર્ભો જોવા નિશાનીની ચબરખી સાથે ખુલ્લાં પુસ્તકો હોય, બીજા હીંચકા પર ટપાલના જવાબો, પલંગ પરપ્રૂફના કાગળો, ડાઇનિંગ ટેબલ પર અન્યત્ર મોકલવા માટેના લેખ કે કોઈ પુસ્તકની પ્રસ્તાવનાના કાગળો પડેલા હોય. પુસ્તકો તો લગભગ બધાં જ રૂમમાં હોય. અમારું આખુંય ઘર અભ્યાસખંડ બની જાય. અઘરા તાત્ત્વિક વિષયના લેખો પણ બહુ ઝડપથી પૂરા કરી શકતા. ૭૮ વર્ષની ઉમરમાં આટલો બધો પ્રવાસ કરવા છતાં તેઓ આવું વિપુલ, સત્ત્વશીલ, મૂલ્યનિષ્ઠ સાહિત્ય સર્જી શક્યા. તે મારે મન અત્યંત ગૌરવ લેવા જેવી હકીકત છે. - રમણભાઈ જીવનમાં ભોતિક સિદ્ધિઓ કરતાં આધ્યાત્મિક સિદ્ધિ માટે વધુ પ્રયત્નશીલ રહ્યા છે તેમનું વિશાળ વાંચન અને તેને કારણે સર્જાયેલું સાહિત્ય તેની સાક્ષી પૂરે છે. સંયમ, સ્વસ્થતા, સમતા, નિસ્પૃહતા અને પ્રસન્નતાને કારણે તેમનું ચિત્ત નિર્મળ રહેતું. વિષયને ઝડપથી વિચારીને લખી શકતા. જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાન વિષયક લેખો લખતાં પહેલાં, ગચ્છ કે ફીરકાના ભેદભાવ રાખ્યા વિના, પૂર્વ તૈયારી રૂપે જેટલાં બને તેટલાં વધુ પુસ્તકો વાંચે, અને બને તેટલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org