________________
શ્રુત ઉપાસક રમણભાઈ હરિજનોના ઉદ્ધાર માટે ફાળો આપવા તથા ગાંધીજીને સાવ પાસેથી જોવા એમના ત૨ફ લોકોનો ધસારો થયો. ગાંધીજી હાથ ધરતા જાય અને લોકો એના હાથમાં યથાશક્તિ ૨કમ મૂકતા જાય. અમે પણ ક્રમે ક્રમે ગાંધીજી સુધી પહોંચ્યા. જોતાં ધરાઈએ નહિ એવું અત્યંત તેજસ્વી, શાંત, પ્રસન્ન, પવિત્ર વ્યક્તિત્વ હતું. ગાંધીજી પાસે હું પહોંચ્યો. મારા ખિસ્સામાં હતા તે સિક્કા ગાંધીજીના હાથમાં મેં મૂક્યા. મૂકતી વખતે ગાંધીજીની હથેળીનો સ્પર્શ કર્યો. જાણે કોઈ પુષ્પની પાંદડી જેવો અત્યંત કોમળ એ સ્પર્શ હતો. રોમાંચ ખડાં કરે તેવો હર્ષોલ્લાસજનક એ સ્પર્શ હતો. એવો અદ્ભુત પવિત્ર સ્પર્શ જીવનમાં બીજા કોઈનો ક્યારેય અનુભવ્યો નથી. મારે માટે એ પ્રસંગ અવિસ્મરણીય બની ગયો.
સર
એક વખત ગાંધીજીની પ્રાર્થનાસભામાં જવાની સુઝ પડી એટલે પછી તો જ્યારે પણ ગાંધીજી મુંબઈમાં આવે ત્યારે તેમની પ્રાર્થનાસભામાં નિયમિત જવાનું અમારે માટે અચૂક બની ગયું હતું. બીજે વર્ષે ગાંધીજી મુંબઈમાં આવ્યા અને બિરલા હાઉસમાં ઊતર્યા હતા, પરંતુ પ્રાર્થના રૂંગટા હાઉસની બહાર દરિયાકિનારે રાખવામાં આવેલી. લોકો પ્રાર્થના-સભામાં જગ્યા મેળવવા અર્ધો કલાક કે કલાક વહેલાં પહોંચી જતા. અમે પણ એક-બે દિવસ એ પ્રમાણે કર્યું. પરંતુ ઘણે દૂરથી ગાંધીજીને જોવાથી સંતોષ થતો નહોતો.
એક દિવસ પ્રાર્થનાસભામાં વહેલાં પહોંચવાનું બની શક્યું નહિ. પાંચેક મિનિટની વાર હતી અને અમે જતા હતા ત્યાં ગાંધીજીને બિરલા હાઉસમાંથી નીકળી રસ્તો ઓળંગી રૂંગટા હાઉસમાં જતા જોયા. અમે એમની સાથે જોડાઈ ગયા. એ ખાનગી રસ્તો હતો. એક ભાઈએ અમને અટકાવવા પ્રયત્ન કર્યો પણ અમે જાણે જાણતા નથી એમ ઝડપથી આગળ નીકળી ગયા. એવી રીતે ગાંધીજી સાથે જવામાં પ્રાર્થનાસભામાં મંચની પાસે બેસવાનું મળ્યું. આ એક સારી યુક્તિ જણાઈ. પછીથી તો અમે બે-ત્રણ મિત્રો રોજ સાંજના એ જ સમયે એ જ સ્થળે ઊભા રહેતા. ગાંધીજી સાથે જે પાંચ-સાત માણસો હોય એમની સાથે અમે પણ જોડાઈ જતા. ગાંધીજીની સાથે સાથે ચાલવાનો આ એક અપૂર્વ લહાવો અમારા માટે હતો. ક્યારેક ગાંધીજી અમારી લુચ્ચાઈ સમજી જઈ અમારી સામે જોઈ
જ
હસતા.
બીજી એક વાર ગાંધીજી મુંબઈ આવ્યા હતા અને જુહુના કિનારે એક બંગલામાં ઊતર્યા હતા. ચોમાસાના એ દિવસો હતા. તોપણ પ્રાર્થના-સભામાં ઘણા માણસો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org