________________
શ્રત ઉપાસક રમણભાઈ
મારા સહાધ્યાયી...મારા પરમ મિત્ર
I જે. પી. શાહ બાબુ પન્નાલાલ પી. જૈન હાઈસ્કૂલમાં એટલે કે અમારી સ્કૂલમાં મારાથી બે ધોરણ આગળના વર્ગમાં રમણભાઈ ભણતા હતા, ત્યારથી મને એમની સાથેનો પરિચય. તેઓ શિક્ષકોને ખૂબ જ માનપૂર્વક બોલાવતા અને તેમની સાથે અંગત સંબંધ કેળવતા. શિક્ષકોને પણ એમના માટે એટલું જ માન. અમે શાળા છોડ્યા પછી સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ફરી પાછા મળ્યા. રમણભાઈ જુનિયર બી.એ.ના વર્ગમાં અને હું ફર્સ્ટ યર આર્ટ્સમાં એટલે પાછો મને પરિચય વધારવાની એક તક મળી. રમણભાઈ અને તારાબેન કૉલેજમાં સાથે હરતાં કરતાં દેખાય એટલે સહેજે નજરે ચડે. તેઓ સંસ્કૃતના પ્રાધ્યાપક, ડો. ઝાલાના તે ખાસ ચાહક. N.C.C.માં ગુજરાતી વિદ્યાર્થીઓ ખાસ ભાગ ન લે પણ રમણભાઈ તો અટકે
ક્યાં? તેઓ N.C.C.માં જોડાઈ વર્ષો સુધી ભાગ લઈ તેની સર્વોચ્ચ પોઝીશન સુધી પહોંચ્યા. શિસ્ત અને નેતૃત્વના ગુણો કૉલેજ છોડે તે પહેલાં જ કેળવેલા.
અમારી સ્કુલમાં જે શિક્ષકોના હાથ નીચે અમે ભણેલા તેમનું બહુમાન કરવાનો ૨૦-૨૫ વર્ષ પછી અમને એક વિચાર આવ્યો. અમે તેમને પ્રસ્તાવ મુક્યો તો તેઓ ખુબ પ્રોત્સાહિત થઈ અમારી સાથે જોડાયા. ચોપાટી, બિરલા ક્રિડા કેન્દ્રમાં આ બહુમાન સમારંભ ગોઠવ્યો. સહ વિદ્યાર્થીઓ અને અમારા જુના શિક્ષકોના સરનામા મેળવી બધાને ઉત્સાહથી તેમણે ભેગા કર્યા. અને શિક્ષકોનું બહુમાન કર્યું. આ બધામાં એમના નેતૃત્વનો અમને લાભ મળ્યો.
અમારા કુટુંબની વાર્ષિક યાત્રા પર્યટનમાં તેઓ બન્ને અમારી સાથે તારંગાજી આવ્યા. ત્યાં અમને તેમનો સારો લાભ મળ્યો અને તેમની હાસ્યવૃત્તિ અને દરેક ઉંમરની વ્યક્તિ સાથે એકમેક થઈ આનંદ માણવાની તેમની ટેવનો અમને અનુભવ થયો. તેમની સાથે ગાળેલા ચાર દિવસ હજી પણ યાદ કરીએ છીએ.
ચોપાટી છોડી તેઓ વાલકેશ્વર રેખામાં અમારા બિલ્ડીંગમાં રહેવા આવ્યા એટલે અમો તેઓ બંન્નેની સાથે આત્મિયતાના સંબંધો વિકસાવી શક્યા.
તેઓ દરરોજ પૂજા કરવા બાબુના દહેરાસરે જતાં. સવારના દહેરાસરમાં માણોસની ભીડમાં તેમને ગોઠતું નહીં, જરૂરી શાંતિ મળતી નહીં. એટલે તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org