SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રત ઉપાસક રમણભાઈ ૪૭૭. બપોરે ૧૧-૩૦ / ૧૨ વાગે જ પૂજા કરવા જાય. એટલે અમારા જમવાના ટાઇમે જતાં આવતાં તેઓ લીફ્ટમાં મળે એમ અમે વધુ નિકટ આવ્યાં. શ્રી મુંબઈ જેન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાન માળામાં દરેક વર્ષે ત્યાંના ખર્ચાને પહોંચી વળવા શ્રોતાઓને સંઘના મંત્રીઓ વખતો વખત વિનંતી કરતાં. આટલી સારી પ્રવૃત્તિ માટે સંઘને પૈસા માટે સૂચન કરવું પડે તે અમને યોગ્ય ન લાગ્યું. મેં રમણભાઈને આર્થિક સહકાર માટેની અમારી તૈયારી વિષે વાત કરી, તેઓએ સંઘના પ્રમુખ ચીમનલાલ ચકુભાઈ શાહ પાસે અમારો પ્રસ્તાવ મુક્યો અને તેમની અપેક્ષા પ્રમાણે અમે રૂ. ૧ લાખ પચાસ હજાર આપ્યા (૧૫-૮-૮૨). રમણભાઈના સુચન અને સહકારથી યુવક સંઘની સાથે અમે સંકળાયા. તેમણે એક બીજું સૂચન કર્યું. સંઘના સભ્યોનું એક વાર્ષિક મિલન આપણે કરવું જોઈએ. તે માટેના પહેલા સાંસ્કૃતિક કાર્યક્રમની જવાબદારી મને સોંપી. અમારા કુટુંબના સહકારથી અમે આ કાર્યક્રમ બિરલા ક્રિડા કેન્દ્રમાં સફળતાપૂર્વક કર્યો. નવી નવી પ્રવૃત્તિઓ ચાલુ કરવાનો એમનો ઉત્સાહ અજોડ હતો. તેમની નિયમિત પ્રેરણાથી આ દરેક કાર્યક્રમ સફળતાપૂર્વક થતો. તેઓ પોતે સંઘ માટે ફાળો ભેગો કરવા કોઈને પણ વિનંતી ન કરે અને કોઈને પણ શરમમાં ન નાખે. પણ તેમની કહેવાની ભાષા અને રીત એટલી ગ્રેસફુલ (Gracful) હોય કે શ્રોતાઓ સ્વેચ્છાએ જરૂરી રકમ મોકલી આપે. સંઘની ઑફિસનું કામકાજ વ્યવસ્થિત રીતે ચાલે તેનો તેઓ આગ્રહ રાખતા. કોઈપણ પ્રવૃત્તિ માટે નિયત કરેલી રકમ કરતાં વધુ ખર્ચ ન થાય તેની તેઓ કાળજી રાખતા. દરેક પ્રવૃત્તિનું હિસાબ કાર્ય પુરૂં થાય પછીના સાત દિવસની અંદર ઑફિસમાં આવી જવો જોઇએ અને તે હિસાબ ત્યારપછીની માસિક મેનેજીંગ કમિટિની મિટીંગમાં રજુ થવો જ જોઇએ. તેવો તેમનો આગ્રહ હતો. આવા શિસ્તના કારણે સંસ્થામાં સક્રિયતા અને જાગૃતિ વધે. બહુ ઓછી સંસ્થાઓમાં આવી ચોકસાઈ રખાય છે. આ વિગત જાણી ત્યારે મને રમણભાઈ પ્રત્યે ખૂબ માન થયું. આવા તેમના નેતૃત્વના કારણે સંઘની પ્રતિષ્ઠા વધારી. આવા આપણા રમણભાઈને તેમનો વાંચક વર્ગ અને શ્રોતાજન વર્ષો સુધી યાદ કરશે. * * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002035
Book TitleShruta Upasak Ramanbhai C Shah
Original Sutra AuthorN/A
AuthorKanti Patel
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages600
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy