________________
૪૭ ૨
શ્વત ઉપાસક રમણભાઈ
કાર્ય એ જ ભક્તિ
T સ્મિતા કોઠારી શ્રી રમણભાઈ સર-એક સરળ-સાલસ વ્યક્તિ, એક સૌમ્ય વ્યક્તિત્વ. મને એમનો પરિચય થયો. ઈ. સ. ૧૯૯૪માં. આ અગિયાર વર્ષ દરમ્યાન એમને ઘણી વાર મળવાનું થયું હતું. પ્રસિદ્ધ વિદ્વાન છતાં એમને મળું ત્યારે કોઈ પણ વખત એમ નથી લાગવા દીધું કે પોતે કંઈક છે. એક વડીલને, આત્મીયજનને મળતી હોઉં એટલી સહજતાથી એમને મળતી.
શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્રમાં સ્તવનના પુસ્તકના પ્રકાશનની સેવા મને મળી હતી. તે કાર્ય દરમ્યાન જૂની ગુજરાતી ભાષાના વ્યાકરણમાં મૂંઝવણ થતી, એટલે પ. પૂ. ગુરુદેવશ્રી રાકેશભાઈએ મને સરને મળવા માટે કહ્યું. ગુજરાતી વ્યાકરણ સમજવા સરને હું ઘણી વાર મળી. તેઓ ફક્ત મારી મૂંઝવણ દૂર નહોતા કરતા, અને તે અંગેની સમજ આપતા કે જેથી આગળ ઉપર બીજી ઘણી વાત મને સરળતાથી સમજાતી. જ્યારે પણ હું મળવા માટે ફોન કરતી તો કોઈ દિવસ તેમણે મને ના પાડી નથી. તેઓ ઘણા વ્યસ્ત રહેતા હોવા છતાં મારી દરેક મૂંઝવણ ટળે તે માટે હંમેશાં પૂરતો સમય આપતા અને બિલકુલ કંટાળ્યા વગર સમજાવતા. એમણે મને એવી રીતે સમજણ આપી છે કે અત્યારે મને મળતી સેવા હું સારી રીતે કરી શકું છું.આ એમનો મારા ઉપર મોટો ઉપકાર છે.
પ. પૂ. ગુરુદેવ શ્રી રાકેશભાઈના પીએચ.ડી.ના શોધપ્રબંધને કોમ્યુટરમાં તૈયાર કરવાની સેવા મને મળી, તેથી સરને વારંવાર મળવાનું થતું. આ કાર્ય દરમ્યાન તેમના સદ્ગુણોની મારા ઉપર ઘણી ઊંડી છાપ પડી. કોઈ તેમની સલાહ લેવા આવે તો નિસ્પૃહતાથી સલાહ આપતા. આવનારે તેમની સલાહ પ્રમાણે કર્યું કે નહીં તે જાણવા જેટલી તેમને ઈચ્છા પણ થતી નહીં. તેઓ ગમે તેનું નાનું કાર્ય પણ બહુ ચીવટથી કરતા. તેમનું કામ હંમેશાં પરફેક્ટ જ હોય. બીજી એક વાત પણ મને બહુ સ્પર્શી જતી, તેમનું commitment. તેઓ કાર્ય પૂરું કરવા માટે જે સમય જણાવતા, હંમેશાં તે સમય સુધીમાં તે કાર્ય પૂરું કરતા. તેઓ નામાંકિત-વ્યસ્ત વ્યક્તિ હોવા છતાં, જણાવેલા સમય કરતાં ક્યારે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org