________________
શ્રુત ઉપાસક રમણભાઈ
રમણભાઈ સહાય કરતા.
યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા
સમગ્ર વિશ્વભરની યુનિવર્સિટીઓમાં મુંબઈ (બૉમ્બે) યુનિવર્સિટી ટોચનું સ્થાન આજે પણ ધરાવે છે. અન્ય ભાષાઓના વિભાગની સાથે સાથે ઈ.સ. ૧૯૭૦માં ગુજરાતી વિભાગની સ્થાપના મુંબઈ યુનિવર્સિટીમાં થઈ. તે સમયના અન્ય પ્રાધ્યાપકો આ ગૌરવવંતી ખુરશીની હરીફાઈમાં હતા. તે છતાં ડૉ. રમણભાઈ પ૨ ગુજરાતી વિભાગના વડા તરીકેનો કળશ ઢોળાયો અને સાહેબે ગુજરાતી વિભાગને વર્ષો સુધી જતન કરીને જાળવ્યો. યુનિવર્સિટીના વડા તરીકે વિચારતા જણાય છે કે તેઓ પ્યુનથી લઈને યુનિવર્સિટીના અનેક વિભાગોના કાર્યકરો સાથે સ્વજનની જેમ વર્તતા, પોતે એક વિભાગના વડા (હેડ) છે તે પ્રતીતિ કોઈને ક્યારેય થવા દેતા નહિ. તે છતાં બધાં પાસે વ્યવસ્થિત કામ કરાવતા. તેઓ પોતે સેંટ ઝેવિયર્સ કૉલેજમાં વર્ષો સુધી એન.સી.સી.માં કાર્યરત રહેલા હોવાથી કડક શિસ્તના આગ્રહી હોય એ સ્વાભાવિક છે. શિસ્તની સાથે સાથે રમણભાઈની યાદ રાખવા જેવી વિશેષતા એ હતી કે તેઓ ક્લાસમાં (૧૦૦ થી ૧૫૦ વિદ્યાર્થીઓના) દરેક વિદ્યાર્થીનું નામ યાદ રાખતા અને નામથી જ બોલાવતા. (અ । ગુણ બહુ ઓછા પ્રાધ્યાપકોમાં જોવા મળે છે.) રમણભાઈએ ગુજરાતી વિભાગની ખુરશી સંભાળી અને પોતે નિવૃત્ત થયા ત્યાં સુધી આ વિભાગનું ગૌરવ વિશેષ રીતે વધાર્યું.
રમણભાઈ મુંબઈની ચર્ચગેટથી દહિંસર અને ભીવંડી સુધીના કૉલેજોના પ્રાધ્યપકોમાં ‘પ્રિય' હતા. કારણકે તેઓ બધાંને એક સૂત્રે બાંધી રાખતા. દરેક પ્રાધ્યાપકને (સિનિયર કે જુનિયર) તેમના પ્રશ્નો કે મૂંઝવણોમાં યોગ્ય માર્ગદર્શન સાંત્વનાપૂર્વક આપતા. ગુજરાતી ભાષાના પ્રાધ્યાપકો (૧૫૦) જેની રાહ જોતા એવા અધ્યાપક મિલન વર્ષમાં બે વાર તેઓ યોજતા. સત્રના પ્રારંભમાં સ્નેહમિલનમાં નવા પ્રાધ્યાપકોનો પરિચય થતો અને સત્રના અંતે યોજાતા મિલનમાં નિવૃત્ત થતા શિક્ષકોને ગૌરવપૂર્ણ વિદાય અપાતી.
આ સમયગાળા દરમ્યાન કૉલેજોમાં કાર્યરત ગુજરાતી શિક્ષકોનો ઉત્સાહ અનેકગણો વધ્યો હતો. બધામાં એક ચોક્કસ પ્રકારનો સ્નેહભાવ સર્જાયો હતો. રમણભાઈએ પોતાના સમભાવી સ્વભાવને કારણે કોઈપણ શિક્ષકને ક્યારેય નિરાશ નથી કર્યા. પોતે નિવૃત્ત થયા ત્યારે યુનિવર્સિટીના ઑફિસ સ્ટાફને ગુપ્ત દાન તરીકે સારી એવી રકમ દાન આપી, જેના દ્વારા તેઓને લોન વગેરે મળી શકે.
Jain Education International
૨૮૧
For Private & Personal Use Only
www.jainelibrary.org