________________
૨૮૦
ત ઉપાસક રમણભાઈ
પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકે મને રમણભાઈમાં રહેલી શિક્ષક તરીકેની શિસ્ત, એમનામાં રહેલી ચીવટ અને જરૂર પડે વિદ્યાર્થીને અવળા કાન પકડી સમતાભાવે સમજાવવાના ગુણનો સહજ પરિચય થયો. ડૉ. રમણભાઈને હું પી.એચડીના માર્ગદર્શક તરીકે તેમની વિશેષતાઓને યાદ કરું તો એક વિશિષ્ટ શિક્ષકની છબી ઉપસે છે.
ડૉ. રમણભાઈ પીએચ.ડી. કરનાર વિદ્યાર્થીને કહેતાં. (૧) પીએચ.ડી. કરનાર વિદ્યાર્થીમાં શિસ્ત, નિયમિતતા, વિષયની પસંદગીમાં કાળજી, સંશોધનકાર્ય કરવાનો પોતાનો રસ, સ્વચ્છ લખાણ, વિષયમાં ઊંડા ઉતરી મૌલિક વિચારો વ્યક્ત કરવાની શક્તિ વગેરે ગુણો હોવા જોઈએ અથવા કેળવવા જોઈએ.
(૨) રમણભાઈ વિદ્યાર્થી સાથે સ્વજનની જેમ વર્તતા. નિયમિત રીતે અઠવાડિયાનો એક દિવસ દરેક વિદ્યાર્થીને બોલાવી વિષયની ચર્ચા કરતા. તેમની સાથેની ચર્ચામાં થિસિસના કાર્યની સંપૂર્ણ પદ્ધતિ જાણવા મળતી. અન્ય ગ્રંથોના સંદર્ભો કેવી રીતે મૂકવા તે સમજાવતા. આ બધી ચર્ચાઓ દરમ્યાન ચા-પાણીની સાથે સાથે હળવા ટૂચકાઓ તથા પરદેશના અનુભવો અમને સંભળાવતા ત્યારે ભારે ભડખમ વિદ્વાનની સાથ હળવી પળો માણવા મળતી.
(૩) રમણભાઈ આગ્રહ રાખતા કે વિદ્યાર્થી પોતાનું લખાણ ફૂલસ્કેપની જમણી બાજુએ સ્વચ્છ અક્ષરે લખે જેથી સામેની બાજુએ પોતાના મુદા, સુધારાવધારા સાથે ટાંકી શકે. મારા લખાણમાં લીલી સહીથી સુંદર સુડોળ અક્ષરે તેમણે કરેલા સુધારાવાળા પાના મેં આજ દિન સુધી સાચવી રાખ્યા છે. રમણભાઈ મોટા (ઊડીને આંખે વળગે તેવા) અક્ષરે લખતા એ એમની વિશેષતા ગણાય.
(૪) અનેક સૂચનો દ્વારા થિસિસમાં અનેક વિદ્વાનો, સાક્ષરોના મંતવ્યો, વિષયના ઊંડાણને સ્પર્શવાની ખાસ ચીવટ, સાથે સાથે વિદ્યાર્થીની પોતાની મૌલિક દષ્ટિ – આ બધું રમણભાઈ પાસેથી શીખવા મળ્યું.
ડૉ. રમણભાઈ પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકે અનન્ય હતા. તેમની પદ્ધતિએ મને પણ માર્ગદર્શક તરીકે દિશા બતાવી છે.
વિદ્યાર્થીની થિસિસનું લખાણ સંપૂર્ણ પહેલેથી છેલ્લા પાના સુધીનું પોતે વાંચી જતા અથવા વંચાવતા. નાની સરખી ભૂલ પણ તેમની નજરમાંથી છટકી શક્તી નહિ.
યુનિવર્સિટીમાં ફી ભરવાથી લઈને વિદ્યાર્થીની મૌખિક પરીક્ષા થાય ત્યાં સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org