________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૨૭૯
સરળ, સ્નેહસભર વ્યક્તિત્વ
| ડૉ. કલા શાહ ડૉ. રમણભાઈની વિદાય એટલે જૈન ધર્મ, સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના એક મહાન ચિંતકની ખોટ.
મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના માજી વડા એવા સાચા વિદ્વાન પ્રાધ્યાપકની ખોટ.
તેમના માર્ગદર્શનમાં વિદ્યા પ્રાપ્ત કરી વર્તમાનમાં અનેક વિશિષ્ટ પદ શોભાવતા (પ્રાધ્યાપકો વગેરે) અઢળક વિદ્યાર્થીઓને માટે સ્વજન એવા માર્ગદર્શકની ખોટ.
આ ખોટ ક્યારેય પૂરાય તેવી નથી.
આ લેખમાં રમણભાઈ સાથેના યુનિવર્સિટીના વિભાગના વડા, મારા પીએચ.ડી.ના માર્ગદર્શક તથા અન્ય પ્રસંગોમાંથી ઉપસતી રમણભાઈની સ્વચ્છ નીતર્યા નિર્મળ નીર જેવી છબી ઉપસાવવાનો મારો પ્રયત્ન છે.
ડૉ. રમણભાઈના માર્ગદર્શનમાં મુંબઈ યુનિવર્સિટીમાંથી લગભગ વીસથી વધારે વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. આ વાત ગૌરવપ્રદ ગણી શકાય. શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા આયોજિત જૈન સમારોહમાં મે જૈન સાહિત્યમાં પીએચ.ડી. કરવાનો નિર્ણય કર્યો એ પ્રસંગને મારા જીવનમાં અવિસ્મરણીય ગણું છું.
મહુવામાં જૈન સાહિત્ય સમારોહમાં રમણભાઈના નેતૃત્વમાં યોજાયેલ જૈનસાહિત્ય સમારોહમાં જૈન તત્ત્વજ્ઞાન, ધર્મ અને સાહિત્યના એનસાયક્લોપીડિયા સમાન પૂ. અગરચંદજી નાહટા પ્રખર વિદ્વાન દલસુખભાઈ માલવણિયા અને પ્રાકૃત અપભ્રંશન ભાષાના તથા સાહિત્યના સાક્ષર શ્રી ડૉ. હરિવલ્લભ ભાયાણી અને ડૉ. રમણભાઈ શાહ, વિદૂષી તારાબેન તથા અન્ય વિદ્વાનોના વક્તવ્યોનું શ્રુતપાન કર્યા પછી મેં જૈન સાહિત્યમાં પીએચ.ડી. કરવાનો નિર્ણય લીધો. આ જૈન સાહિત્ય સમારોહમાં મારો સાચા અર્થમાં જેન બનવાનો પ્રયત્ન શરૂ થયો. ઈ.સ. ૧૯૮૪માં પીએચ.ડી.ની ડિગ્રી મળી ત્યારથી આજે ૨૦૦૫ સુધીમાં રમણભાઈના સાન્નિધ્યમાં મારા આંતરિક વ્યક્તિત્વનો આધ્યાત્મિક વિકાસ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org